નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી પ્રસંગે યુવા સંવાદ આયોજીત કર્યો.

કમલમ્ ન્યુઝ નરેન્દ્ર પટેલ 

ભારત સરકારશ્રીના યુવા ખેલ વિભાગ દ્વારા સ્થાપિત નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેનાં ભાગરૂપે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યુવા સંવાદ નું આયોજન કરાયું હતું જેમાં તાલીમાર્થી બહેનો દ્વારા પોતાના વિચારો રજુ કરાયા હતા. આ કાર્યક્રમમાં જેએસએસના નિયામક ઝ્યનુલ સૈયદ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રોટરેટ ક્લબ ભરૂચનાં પ્રમુખ શ્રી કૃણાલ મહેતાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકશ્રી મનીષ પરમાર, જેએસએસનાં ફિલ્ડ અને લાઈવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, શ્રી ઝેડ.એમ.શેખ, શ્રી ગીતાબેન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા. સદર યુવા સંવાદમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રથમ ક્રમે કેજલબેન જિગ્નેશભાઈ ભાટિયા, દ્વિતીય ક્રમે કુ. ફોઝિયા આરીફ શેખ તથા તૃતીય ક્રમે કુ. કનીઝ ફાતિમા મિકરાણી વિજેતા બન્યા હતા તમામને જેએસએસનાં નિયામકશ્રી ઝ્યનુલ સૈયદનાં હસ્તે પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરાયા હતા. કાર્યક્રમના અંતે શ્રી મનીષ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરાયો અને રાસ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *