અંકલેશ્વર માં નવરાત્રી મહોત્સવ ની ચાલતી તડામાર તૈયારીઓ ને અપાતો આખરી ઓપ

ગરબા આયોજકો કોરોના કાળ માં બે વર્ષ બાદ ગરબા નું ધામધૂમ પૂર્વક આયોજન કરવા સજ્જ

સરકારી ધારાધોરણ ના પાલન સાથે આયોજકો એ ગરબા નું આયોજન કર્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં નવરાત્રી મહોત્સવ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ માં તૈયારીઓ ને આખરી આપવામાં આવી રહ્યો છે ,ત્યારે કોરોના કાળ ના બે વર્ષ બાદ ગરબા નું ધામધૂમ પૂર્વક આયોજન થઇ રહ્યું છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબે ઘુમવા સજ્જ બન્યા છે નવરાત્રી મહોત્સવ ના આગમન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર માં કોરોના ના બે વર્ષ બાદ મોટા પાયે ગરબા નું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે ગરબા આયોજન ને લઇ સરકાર દ્વારા બહાર પડેલી સમય મર્યાદા ની ગાઇડલાઇન મુજબ જરૂરી સિક્યુરિટી સિસ્ટમ સાથે અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર માં ચાલુ વર્ષે 5 જેટલા મોટા ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરાઇ રહ્યું છે. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મેઘા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયું છે . જીઆઇડીસી માં માનવ મંદિર , નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા નવ જીવન ગરબા ગ્રાઉન્ડ, તેમજ સરદાર પટેલ વાડી ખાતે સાંસ્કૃતિક યુવા મિત્ર મંડળ, , નવ દુર્ગા મિત્ર મંડળ , નવ જીવન ગરબા ગ્રાઉન્ડ,,ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે બે વર્ષ બાદ યોજાનાર નવરાત્રી મહોત્સવ ના પગલે ખેલૈયાઓ પણ ગરબે ઘુમવા સજ્જ બન્યા છે ત્યારે ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ની તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM