







“દોડશે ગુજરાત, જીતશે ગુજરાત” આજે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષ્મમાં રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન -૨૦૨૨ નું આયોજન શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી મિહિરભાઈ પાધ્યાના નેતૃત્વમાં કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો. કાર્યક્રમમાં પ્રોત્સાહન પૂરું પાડવા જીઆઇડીસીના પૂર્વ ચેરમેનશ્રી બલવંતસિહ રાજપુત ખાસ ઉપસ્થિત રહ્યા. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય, પ્રજ્ઞાબેન ઠાકર, સુશીલાબેન પટેલ, સુષ્માબેન રાવલ, પ્રકાશબેન દવે, વિષ્ણુભાઈ પટેલ, કૌશલભાઈ જોશી, મનીષભાઈ આચાર્ય, નટુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, કિરણસિંહ ઠાકોર, જે.ડી. પટેલ, શૈલેષભાઈ પંચોલી, પ્રમોદભાઈ પટેલ,પ્રવીણભાઈ પંચાલ, જયેશભાઈ પંડ્યા, હેમુજી રાજપુત વિગેરેએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું કાર્યક્રમને સફળ બનાવવા યુવા મોરચા એ ભારે જહેમત ઉઠાવી.
