મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાનશ્રી દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાનશ્રી દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સવારે કર્યું હતું.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના શ્રી એસ. એસ.રાઠોર,મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા,મેટ્રો રેલ,શહેરી વિકાસ વિભાગ અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *