સુરત બારડોલી ખાતે નિશુલ્ક મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

બારડોલી — સંજય પટેલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ મહોત્સવ નિમિતે ભાજપા મેડીકલ સેલ દ્વારા બારડોલીની એમ બી વામદોત હાઈસ્કુલ ખાતે નિશુલ્ક મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજંયતી મહોત્સવ નિમિતે સમગ્ર ગુજરાત માં ૪૦ જેટલી એસ સી એસ ટી બેઠકો પર નીસુલ્ક મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે સુરત જીલ્લા ભાજપા પ્રમુખ સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપા મેડીકલ સેલના ૧૮ જેટલા ડોક્ટરોની ટીમ સાથે આ મેઘા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન દેસાઈ ગુજરાત પ્રદેશ ભાજપા મેડીકલ સેલના સંયોજક ડો શિરીષ ભટ્ટ ગુજરાત પ્રદેશ ભાજપા મેડીકલ સેલના સભ્ય ડો પ્રિયંકા સોલંકી સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ ચુટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકતા તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *