

જય શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા છેલ્લા 21 વર્ષોથી અવિરત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન યક્ષ મંદિરની સામે માધાપર મધ્યે કરવામાં આવે છે આ સેવા કેમ્પની અંદર સવારે ગરમ નાસ્તો ચા દૂધ કોફી બપોરે દાળ,ભાત, શાક,રોટલી,ફરસાણ,છાસનું પૌષ્ટિક ભોજન તેમજ રાત્રિના કચ્છી ભાણું ભોજન ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે આ કેમ્પ ની અંદર બહેનો તથા ભાઈઓ માટે આરામ કરવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે અદાણી હોસ્પિટલ ના સહયોગથી 24 કલાક મેડિકલ સુવિધા અવિરત પણે ચાલુ રહે છે તમામ યાત્રાળુઓની સુવિધા તેમજ સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે શ્રી જખ બૌતેરા ટ્રસ્ટ મંદિરમાં યાત્રાળુઓની ન્હાવા ધોવાની સગવડ પૂરી પાડવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 21/ 9/ 2022 ના રોજ કેમ્પ ને વિધિવત ખુલો મૂકવામાં આવ્યો. તેરા તુજકો અર્પણ સંસ્થાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના રાહત આપત્તિ સહયોગ વિભાગના સંયોજક શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોરના નેતૃત્વમાં આ સંપૂર્ણ આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવેલ છે. જેમાં માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને જય શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપરના અધ્યક્ષ. શ્રી દાદુભા જેમલજી ચૌહાણની આગેવાની હેઠળ 250 થી વધારે કાર્યકર્તા ભાઈ બહેનો સેવા આપી રહયા છે.આ કેમ્પના આયોજનમાં મુખ્ય સહયોગીદાતા શ્રી વિનોદભાઈ પરસોતમભાઈ સોલંકી તેમજ સહયોગીદાતા શ્રી મૂળજીભાઈ ખીમજીભાઈ કોટક પરિવાર (ખાવડા વાળા)નો મુખ્ય સહયોગ મળેલ હતો એ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા વિવિધ રાશન સામગ્રી તેમજ રોકડ સેવાની સરવાણી પ્રાપ્ત થયેલ છે જેમાં દામજીભાઈ હમીરભાઈ ડાંગર,(ડાંગર રોડવેઝ) પટેલ ભરતભાઈ(યુ.કે),હિતેશભાઈ હિંમતલાલ ખંડોર,શ્રી શિપિંગ ગાંધીધામ, દિનેશભાઈ ચુનીલાલ ઠક્કર, પંકજભાઈ યાદવ, નીતિનભાઈ ડાયાલાલ ઠક્કર(જલારામ મોલ),સતીષ મિનરલ(મામૂઆરા), હરિભાઈ ધનાભાઈ માતા,પ્રકાશભાઈ પટેલ,હોટલ શેરેપંજાબ ઢાબા, શરદ સોલ્ટ ગાંધીધામ, ચીમનભાઈ ગમારા, સુરેશભાઈ હમીરભાઇ કેરાસીયા(વાઘેશ્વરી રોડવેઝ),અરજણભાઈ ભીમજીભાઇ ડાંગર, નરેન્દ્રભાઈ મીરાણી, હરિભાઈ હીરાભાઈ જાટીયા, દાદુભા જેમલજી ચૌહાણ, મોતીસિંહ બાલુભા ચૌહાણ(રાજેશ્વરકૃપા રોડવેઝ), હરિભાઈ કાનાભાઈ કેરાસીયા(વાઘેશ્વરી રોડવેઝ) સુરેશભાઈ ખીમજી ચંદે (ચંદે રોડવેઝ), નીરવભાઈ શાહ ભુજ, જીગરભાઈ શાહ ભુજ, રણછોડભાઈ(ભારત ટાયર્સ),દશરથસિંહ ભીખુભા વાઘેલા, પ્રવીણભાઈ આહીર, વિજયસિંહ ચાંદા જાડેજા, નીતિનભાઈ વર્ધિલાલ મહેતા, ધીરુભાઈ મંગળલાલ ઠક્કર, પ્રીતમભાઈ દામજીભાઈ ઠક્કર(શ્રધ્ધા રોડવેઝ), મૂળજીભાઈ પટેલ,જીવાભાઇ સીકરા, ગજૂભાઈ મંગુભા વાઘેલા, કિસાન પ્રેમજી સથવારા,પાર્થ ટ્રાન્સપોર્ટ(રણછોડભાઈ) મિત ક્રેન માધાપર(દિનેશભાઇ), મહેશભાઈ ચંદુલાલ ભીંડે, હાર્દિક હસમુખભાઈ, કમલેશભાઈ ધનજીભાઈ સથવારા, વસંતભાઈ પ્રેમજીભાઈ સોની, ડો. સૂર્યપ્રકાશ કુમાર,કલુભા જીતુભા વાઘેલા, સતિષભાઈ મીરાણી, પ્રભુભાઈ હરજીવનભાઈ ઠક્કર,શામસિંગભાઈ સરદાર(શાન એ પંજાબ ઢાબા) મનુભા જાડેજા, કમલેશભાઈ કોરડીયા, મહેશભાઈ ખંડોર, ભુપેન્દ્રભાઈ શાહ, ભગવતી મોબાઈલ, ખેમજી વેલુભા ચૌહાણ, મહેન્દ્રસિંહ ચૌહાણ, શામળાજી ચૌહાણ, શ્રીકાંતભાઈ(ભારત ગેસ એજન્સી) વિષ્ણુભાઈ ઇન્ડેન ગેસ માધાપર, કાંતિભાઈ ખાવડાઈ, જીતુભા ભાલુભા ચૌહાણ, વિપુલભાઈ બાવાજી, હસમુખભાઈ કંટ્રોલવાળા, નારૂભા મહોબ્બતસિંહ સોઢા, કાંતિભાઈ ભાભેરા, અરજણભાઈ દેવજીભાઈ ભુડીયા, શીતલભાઈ શશીકાંતભાઈ શાહ, ધનજીભાઈ સુથાર, દીપેશભાઈ ગજ્જર, શંભુભાઈ આહીર, આનંદ લોદરીયા, સુશીલભાઈ પાંડે, સતોષભાઈ પ્રજાપતિ, કિર્તીભાઈ ઠક્કર, ભરતભાઈ સોરઠીયા, તુષારભાઈ ખત્રી, ઠાકોર લોજ, નિલેશભાઈ જણસારી, વિજયભાઈ રાજપુત, રોહિતભાઈ ઠક્કર, પ્રવીણભાઈ આહીર(વિશાળ પંપ) દિનેશભાઈ સોની, દીપેશભાઈ મારાજ, ધનસુખભાઈ મહેતા, દિલાવરસિંહ ચાવડા, કુલદીપભાઈ ઠક્કર, વિપુલભાઈ દૂધવાળા, લખીબેન પટેલ, મેહુલ મેડિકલ, દીપકભાઈ ચાવાળા, આશાપુરા મેડિકલ ગ્રુપ(જગદીશભાઇ ઠક્કર) હરિભાઈ માતા વગેરે દાતાશ્રીઓથી દાન મળેલ છે
રસોડામાં 50 થી વધારે બહેનો રોટલા રોટલી બનાવી પોતાની સેવા આપે છે તેમજ 100 થી વધારે યુવાનો ભોજન ખંડમાં પદયાત્રાળુ ભાઈઓ બહેનોને પંગતમાં બેસાડી પ્રસાદ પીરસે તેમજ મેડિકલ વિભાગમાં ડોક્ટરની ટીમ તથા કાર્યકર ભાઈઓ બહેનો આરોગ્યની સેવા આપે આ કેમ્પમાં દરરોજના 3500 થી વધારે પદયાત્રાળુ પ્રસાદ લેછે તેમાં 4000 થી વધારે પદયાત્રીઓ નાસ્તો તેમજ અન્ય સુવિધાઓનો લાભ લે છે દરરોજના આ સેવા કેમ્પમાં 7500 થી વધારે પદયાત્રીઓ લાભ લે છે
દરરોજ એલ.ઈ.ડી સ્ક્રીન પર માતાજીના પર્ચાની ફિલ્મ બતાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા ઉમટે છે આ કેમ્પનો સફળ બનાવવા વિવિધ સમાજના ભાઈઓ બહેનો સહકાર આપે છે
આ કેમ્પની મુલાકાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન કારા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન જરૂ, ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન મહેશ્વરી, RSSના સંચાલકજી નવીનભાઈ વ્યાસ, કચ્છના સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી તેમજ વિવિધ આગેવાનોએ મુલાકાત લઈ આ સેવા કાર્ય બીરદાવેલ હતું.
