કરછ યુનિર્વિસટી જૈન સ્ટડી સેન્ટર તથા આઇ. એ .એસ સ્ટડી સેન્ટર ના નુતન ભવન માટે મળ્યુ ૯૫ લાખ નુ માતબર દાન

તપાગરછાધિપતી શ્રી મનોહરકિર્તીસાગર સૂરીજી ના ૯૫ માં જન્મ દિને


હિતેશભાઈ ખંડોરે સમગ્ર કચ્છ ના યુવાનો તથા કચ્છ જૈન સમાજ વતી આ માતબર દાન આપવા બદલ મેહુલભાઈ ગાંધી નો આભાર વ્યક્ત કર્યો હતો

અમદાવાદ ,

અમદાવાદ આંબાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના ઉપક્રમે આયોજીત એક ભવ્ય સમારોહ માં ૭૫ વર્ષ ના સુદ્રઢ સંયમી , યોગનિષ્ઠ આચાર્ય દેવ વિજય મનોહરકિર્તી સાગર સુરિશ્ર્વરજી મહાદાજા ના ૯૫ માં જન્મદિવસ ના પ્રવેશ નિમિતે રાષ્ટ્રસંત વિજય પદ્મસાગરસૂરીશ્ર્વરજી , ગીતાર્થ ગરછાધિપતી વિજય રાજયશ સૂરિશ્ર્વરજી મહારાજ સાહેબ આદી ૧૧ થી વધુ આચાર્ય ભગવંત અને અનેક શ્રમણ – શ્રમણી ભગવંતો અને જૈન સંઘ ના અનેક શ્રેષ્ઠી શ્રીઓ તથા પદ્મ શ્રી ડો કુમારપાળ દેસાઈ , પદ્મ શ્રી ડો સુધીરશાહ સહીત અનેક મહાનુભાવો ની ઉપસ્થિતી માં કરોડો રૂપિયા ના સદવ્યય થી અનેક સુકૃતો ની જાહેરાત થઇ જે પૈકી કરછ માં કાર્યરત ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કરછ યુનિર્વિસટી માં કાર્યરત તપાગરછાધિપતી મનોહરકિર્તીસાગર સૂરી મહારાજા એડવાન્સ રિસર્ચ ફોર જૈન સ્ટડી સેન્ટર ને સરકાર શ્રી એ હેતુ સહ અનુદાનીત કરેલ 3 એકર જમીન માં પ કરોડ થી વધુ ના ખર્ચ ૨૫૦૦૦ સ્કવેર ફૂટ માં નવ નવનિર્મિત અલાયદા ભવન માટે આજે માતૃશ્રી હંસાબેન જસવંત રાય કલ્યાણજી ગાંધી પરિવાર ગારીયાધાર – અમદાવાદ દ્રારા પુજ્ય શ્રી ના જન્મદિવસ સે ૯૫ લાખ નુ માતબર અનુદાન કરછ ના રાજકીય અને જૈન હિતેશભાઇ હિમંતલાલ ખંડોર ની સદ આગ્રહ થી અનુદાનીત કરવા માં આવ્યુ છે આ નવનિર્મિત ભવન નુ નામ માતૃશ્રી હંસાબેન જસવંતરાય ગાંધી ભવન રહેશે આ સંકુલ નો ઉપીયગ જૈન સ્ટડી સેન્ટર અને સાથે જસવંતરાય કલ્યાણજી ગાંધી આઇ. એ. એસ સ્ટડી સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે ઉપયોગી રહેશે આ પ્રસંગે આંબાવાડી જૈન સંઘ ના પ્રમુખ અને જાણીતા દાનવીર શ્રી પ્રવિણભાઈ શાહ એ પરિવાર ના શ્રી મેહુલભાઇ ગાંધી નુ સન્માન કરેલ હતુ , પુજ્ય શ્રી આશિર્વચન આપેલ હતા અત્રે ઉલ્લેખનિય નીય છે કે અંદાજીત 5 કરોડ ના ખર્ચે નિમીતે આ ભવન માટે આ દાન સાથે ૧.૭૨ લાખ એકત્ર થઇ ચુક્યા છે. આ પ્રસંગે આંબાવાડી જૈન સંઘ દ્રારા જૈન સ્ટડી સેન્ટર ના એડવાઇઝર બોર્ડ ના સભ્ય શ્રી હિતેશભાઇ હિંમતલાલ ખંડોર નુ સન્માન કરવા માં આવેલ હતુ ,
હિતેશભાઈ ખંડોરે સમગ્ર કચ્છ ના યુવાનો તથા કચ્છ જૈન સમાજ વતી આ માતબર દાન આપવા બદલ મેહુલભાઈ ગાંધી નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કરછ યુનિર્વિસટી જૈન સ્ટડી વિભાગ ના નિયામક શ્રી પંકજભાઇ ઠાકર , તથા આઇ.એસ સ્ટડી સેન્ટર ના નિયામક શ્રી અજયભાઇ રાઠોડ , સાધના ના પુર્વ તંત્રી અને ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી શ્રી કિશોરભાઇ મકવાણા સહીત અગ્રણીઓ અને વિશાળ શ્રાવકો – શ્રાવિકા તથા જાપાન થી જૈન ધર્મ ને માનનારા મુળ જાપાનીઝ શ્રાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા ,

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM