સરકારી વિજ્ઞાન કૉલેજથરાદ ખાતે કલાઈમેટ ચેન્જ લડત સપ્તાહની ઉજવણી સેમિનાર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત ક્લાઇમેટ ચેન્જ યુથ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે પ્રિ. ડો. જગદીશ એચ પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ ઉપર ખાસ વક્તવ્ય અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. પ્રશાંત શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને જલવાયુ પરિવર્તન, તેની અસરો અને વ્યવસ્થાપન વિષય પર રસપ્રદ વક્તવ્ય આપ્યું હતુ. અને પર્યાવરણ સુરક્ષા માટે આપણે શું કરી શકીએ તે બાબતે પ્રકાશ પાડ્યો હતો. આ વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં કૉલેજના વિધ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના બીજા તબક્કામાં “કલાઈમેટ ચેન્જ અને તેના દુષ્પ્રભાવ” એ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ ક્રમે ક્રિશ ત્રિવેદી, દ્વિતીય ક્રમે હિતેશ પંચાલ અને તૃતીય ક્રમે મહેન્દ્ર માળી વિજેતા થયા હતા. કોલેજના ક્લાઈમેટ ચેન્જ યુથ આઉટરિચ પ્રોગ્રામના સંયોજક પ્રા. નિહાર નિમ્બાર્કએ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફલ સંચાલન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઈ પઢીયાર, ભૂપેશભાઈ કટારીયા અને અલ્પેશભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *