માનવીય અભિગમ, રાષ્ટ્રીય, નાગરિક ધર્મને અનુસરતું જીવનનગર સમિતિ… જયંત પંડયા

જીવનનગર સમિતિએ અસાધારણ પ્નગતિ કરી છે… પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

– પ્નાચીન ગરબા નિહાળવા દરરોજ માનવ મેદની ઉમટે છે.
– ટીપ્પણી, બેડા, દિવડા રાસે લોકોને પ્નભાવિત કર્યા.
– જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહિશોની એકતાએ રંગત લાવી.
અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર મા વષ્ર્ો પ્નાચીન રાસ–ગરબા નિહાળવા હકડેઠઠ માનવ મેદની ઉમટે છે. ટીપ્પણી, બેડા, દિવડા, દાંડિયા રાસે જબરૂ આકર્ષણ ઉભું કર્યું છે. જીવનનગર સમિતિએ અસાધારણ પ્નગતિ કરી છે તેનો હું પ્નત્યક્ષ સાક્ષી છું તેવી જાહેરમાં વાત સ્વીકારવામાં આવી હતી.
રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપ્ાણીએ દિપ પ્નાગ્ટય કરી ઉપસ્થિત રહીશોને જણાવ્યું કે આ અઘાટ સોસાયટી હતી ત્યારથી હું આ વિસ્તારથી પરિચિત છું. જીવનનગર આસપાસના લોકોની એકતા, મહેનત, ભાતૃભાવ, સંગઠનની તાકાતથી અસાધારણ પ્નગતિ કરી છે તે સ્વીકારું છું. આ વિસ્તારને સમિતિના જયંત પંડયાનું નેતૃત્વ સફળ રહ્યું છે. રાજય–કેન્દ્ર સરકારના કાર્યક્રમોમાં આ વિસ્તારના લોકો જોડાય છે તે ગૌરવની વાત છે. પ્નાચીન ગરબીની બાળાઓ, વાલીઓને પૂર્વ મુખ્યમંત્રીએ ખુશખુશાલ કરી દીધા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શહેર ભા.જ.પ. પ્નમુખ નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, મહિલા અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, શ્રીમતિ કોમલબેન હુંબલ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, આગેવાનોએ બાળાઓને લ્હાણી વિતરણ કર્યું હતું.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સમિતિના કાર્યો જ તેની ઓળખ છે. સકારાત્મકતા, સાથે રહીને કામ કરવાની વૃત્તિના કારણે પ્નગતિ કરી શકયા છીએ. કામ કરે તેની ભૂલ થાય તેમાંથી અનુભવે શીખીને આગળ વધાય તે ઉદ્દેશથી કાર્યક્રમો કરવામાં આવે છે. રહીશોની લાગણી ધ્યાનમાં લેવામાં આવે છે. મહાનગરપાલિકા સમિતિ સાથે સતત સાતત્ય ધરાવે છે તેનો આનંદ છે.
મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા એડવોકેટ, નેહાબેન મહેતા, આશાબેન મજેઠીયા, જીગીશાબેન રાવલ, યોગીતાબેન જોબનપુત્રા છેલ્લા આઠ વર્ષથી પ્નાચીન ગરબીનું નેતૃત્વ કરી સફળ આયોજન બનાવ્યું છે. જીગીશાબેન રાવલનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. વિનોદરાય ભટ્ટ, વિનુભાઈ ઉપાધ્યાય, નવીનભાઈ પુરોહિત, અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, કેતન મકવાણા, અશોકભાઈ વાઘેલા જોડાયા છે.
ફોટો તસ્વીર : રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગરબીમાં ઉદ્દબોધન આપે છે. બાજુમાં નિતીનભાઈ ભારદ્વાજ, અંજલિબેન રૂપાણી, પરેશભાઈ હુંબલ, વંદનાબેન ભારદ્વાજ, સમિતિના જયંત પંડયા દ્રષ્ટિપાત થાય છે. સમિતિના ભાઈ–બહેનો કાર્યકરો સાથે વિજયભાઈ રૂપાણી નજરે પડે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM