ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાગલખોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વાલિયાના વાગલખોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે બીજી ઓક્ટોબર 2022 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 ની જન્મ જયંતી ની ઉજવણી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવી હતી.જેમાં સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી ગ્રામ્ય અસ્મિતા નિબંધ લેખન માં 15 થી 30 વર્ષના યુવાનોએ ભાગ લીધો તેમજ પૂજ્ય બાપુ ના ફોટા ને ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો શાળાના શિક્ષકો અને બાળકોએ ફૂલ અર્પણ કર્યા તેમ જ સુતરની આંટી ચડાવી પૂજ્ય બાપુની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વાગલખોડ ગામના સરપંચ કમળાબેન વસાવા ડેપ્યુટી સરપંચ રમીલાબેન તેમજ ગ્રામ પંચાયત સભ્ય કૌશલ્યાબેન શાળાના શિક્ષક કાલિદાસભાઈ જશુબેન અને શાળાના બાળકો ઉપસ્થિત રહી બાપુજીની 152મી જન્મ જયંતી ખૂબધામધૂમથી ઉજવી ચોકલેટ વહેંચી અને શાળાની દીકરીઓએ બાપુના ફોટા સમક્ષ સત્યના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *