અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વરના સિનિયર સિટીઝન બાગ ખાતે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે આવેલ પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખશ્રીઓએ શહેરના નગરજનોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે તેમજ સ્વચ્છતા આગ્રહી એવા મહાત્મા ગાંધીજીનો સંદેશ આપ્યો હતો કે સૌ નાગરીકો સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાહ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ પટેલ, યુવા મોરચાના મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ, ચુંટાયેલા સભ્યોશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ અને કાર્યકર મિત્રો હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *