





દેશના ના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યકરત કેન્દ્ર સરકાર સાથે ડબલ એન્જીન ની ગુજરાત સરકાર વિકાસ ના કાર્યો કરી રહી છે ત્યારે આગામી ૧૩મી ઓક્ટોબર ના રોજ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ ના હસ્તે ઉનાઈ ખાતે થી શરૂ થનારી ગુજરાત ગૌરવ યાત્રા અંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ માનનીય શ્રી સી.આર.પાટીલજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ યાત્રા ને આખરી ઓપ આપવા અગત્યની બેઠક નું આયોજન ઉનાઈ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં યાત્રા ના ઇન્ચાર્જ અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, ગુજરાત સરકાર માં કેબીનેટ કક્ષાના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ,નરેશભાઈ પટેલ,જીતુભાઇ ચૌધરી,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, વલસાડ,સુરત,નવસારી,તાપી, ડાંગ, ના ધારાભ્યશ્રીઓ જીલ્લા ના પ્રમુખશ્રીઓ,જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રીઓ હાજર હતા આ તબક્કે વલસાડ જીલ્લા ના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી,વલસાડ જીલ્લા ના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની,પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયા,જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઇ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ ડાંગ ના સંસદ સભ્યશ્રી ડો.કે.સી.પટેલ, વલસાડ ના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ,ઉમરગામ ના ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર,જીલ્લા ના પ્રભારીશ્રીઓ, સહિત જીલ્લા સંગઠન ના હોદેદારો,મીડીયા,સોશિયલ મીડીયા,આઈ.ટી. ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
