ગુજરાત ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી ,ઝાંઝરકાથી સોમનાથથી શરૂ થઇ આ યાત્રાને દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે પ્રસ્થાન કરાવ્યુ.

શૈશવ રાવ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે. ગુજરાત રાજયમાં પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ડબલ અન્જિનની સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ જન જન સુઘી પહોચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ ગઇકાલથી થયો છે. આજે ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી ,ઝાંઝરકાથી સોમનાથથી પ્રારંભ થશે. આ યાત્રાને દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું. આ યાત્રા 2 જિલ્લામાં અને 3 વિઘાનસભામાં આશરે કુલ 125 કિ.મીનો પ્રવાસ કરશે જેમાં કુલ 9 સ્વાગત અને 3 જાહેરસભા યોજવામાં આવશે. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી ડો.મનસુખભાઇ માંડવીયા,શ્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરા, શ્રી અર્જૂનરામ મેઘવાલ અને પાર્ટીના વરીષ્ઠ નેતાની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરા, શ્રી ડો.મનુખભાઇ માંડવીયા,શ્રી અર્જૂનરામ મેઘવાલ, ઘારાસભ્ય અને પુર્વ રાજયનમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા,પુર્વ રાજયસભાના સાંસદશ્રી શંભુનાથજી ટુંડિયાએ પ્રાસંગીક સંબોઘન કર્યુ.

આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા ગુજરાતની 182 વિઘાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુઘી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે. કોંગ્રેસે જનતાને વિજળી,પાણી,ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા હતા. કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં 300 દિવસ માંથી 200 દિવસ કરફ્યુ રહે તે પ્રકારની વ્યવસ્થાએ કોંગ્રેસે કરી હતી કારણ કે કોંગ્રેસ માનતુ હતું કે જનતામાં અંદરો-અંદર ખટરાગ ચાલુ રહે ત્યા સુઘી કોંગ્રેસને તકલીફ નહી રહે. પરંતુ જનતાએ ભાજપને 20 વર્ષથી આશિર્વાદ આપી રહી છે અને ભાજપની સરકારમાં કર્ફ્યુ નું નામ અને નિશાન નથી. ભાજપ સરકારે કેટ કેટલાય ચમરબંઘીઓને જેલના સળીયા પાછળ ઘકેલી દીધા છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી,વિકાસ,સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. ડાયમંડ ઉદ્યોગ ગુજરાતમાં ઘમ ઘમે છે. આપણું અમદાવાદ સ્પોર્ટ સિટી બન્યુ છે. જામનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનાવવાનું કામ થશે.દેશની સૌથી પહેલી ગીફટ સિટી ગુજરાતમાં છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતના તિર્થ સ્થાનોને ભવ્યતા અને દિવ્યતા આપવાનું કામ કર્યુ છે. 25 વર્ષનું સોમનાથ અને આજનું સોમનાથ ,25 વર્ષ પહેલા અંબાજી માતાના દર્શન અને આજના દર્શન, વર્ષોથી પાવાગઢ પર મા કાળીના દર્શન નોહતા થતા પરંતુ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભક્તોને દર્શનનો લાભ અપાવ્યો.

શ્રી અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે જીલ્લા કે તાલુકા હોય કે વિઘાનસભા કે લોકસભાની હોય તેમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વિજયના આશિર્વાદ આપ્યા છે. આવનાર 2022 વિઘાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દન ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને તે ભરોસાને વિકાસના કાર્યો કરી રૂણ ચુકવ્યુ છે. ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં રોકાણ કરનારની લાઇનો લાગી છે. ગીફટ સિટીથી ગુજરાતનો વ્યપાર ગ્લોબલ બનશે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની અર્થવ્યવસ્થાને દુનિયાની પાંચમાં નંબરની અર્થ વ્યવસ્થા બનાવવાનું કામ કર્યુ છે. કોંગ્રેસીયાઓ આપણા દેશની અર્થવ્યવસ્થાને 11માં નંબરે મુકીને ગયા હતા.

શ્રી અમિતભાઇ શાહ સાહેબે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ વાળા પહેલા હમેંશા ટોણાં મારતા હતા કે રામ મંદિર વહી બનાયેગે… તીથી નહી બતાયેગે.. કોંગ્રેસ વાળાને કહેજો કે તીથી આવી ગઇ,ભૂમિ પૂજન થઇ ગયુ અને શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગન ચૂંબી રામમંદિરના નિર્માણની શરૂઆથ થઇ ગઇ છે. કાશીવિશ્વનાથ,કેદારનાથ,બદ્રીઘામ,ઉજૈન,પાવાગઢ,સોમનાથના યાત્રાઘામ સામે કોંગ્રેસે ક્યારેય જોયુ નોહતું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ યાત્રાઘામનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370ની કલમના કારણે કાશ્મીર ભારત સાથે જોડાતુ નહતું. દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 5 ઓગષ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝટકે કલમ 370 ને દુર કરી નાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધુ.દેશનો ચૌમુખી વિકાસ થવાની શરૂઆત કોઇ જગ્યાએ થી થઇ હોય તો તે વર્ષ 2001માં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મુખ્યમંત્રી બન્યા પછી આપણા ગુજરાતથી થઇ છે. ગુજરાતે ફરી નિર્ણય કરવાનો છે કે 1990 થી ગુજરાતની જનતા એકઘારી ભાજપને ઐતિહાસિક વિજય અપાવતી આવી છે અને આજે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દનને અપીલ કરુ છું કે આપનો ભરોસો અમારા પર રાખજો.આપના ભરાસાને સન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. ગુજરાતમાં કોંગ્રેસીયાઓને મોકો ન મળે તેનું ધ્યાન રાખજો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પહેલા પાણી માટે ઝઝુમતો હતો આજે ભાજપ સરકારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના10 હજાર ગામમાં એક લાખ 40 હજાર કિ.મી ની પીવાના પાણીની પાઇપ લાઇનનું ઇન્ફાસ્ટ્રકચરનું કામ થયું છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં મંદિરોનો વિકાસ થયો છે. કચ્છ આજે ટુરિઝમ સ્થળ તરીકે વિકસીત થયું છે. આજે ગુજરાત વિકાસની નવી ઉચાંઇને સિદ્ધ કરી રહ્યુ છે એટલે આ યાત્રાનું નામ ગૌરવ યાત્રા રાખવામાં આવ્યું છે જેનું પાર્ટીના દરેક કાર્યકર્તાને ગૌરવ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અને બીકાનેરના સાંસદશ્રી અર્જૂનરામ મેઘવાલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અથાગ પરિશ્રમથી માં નર્મદાનું પાણી ગુજરાતને તો મળ્યુ રાજેસ્થાનને પણ મળ્યુ છે તે બદલ તેમનો આભાર. ગુજરાતમાં આપણે ગુડ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટ ના કામો થયા છે તે જોઇ શકીએ છીએ.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યકાળમાં જો વિકાસના કાર્યોની વાત કરીએ તો એક મંત્રાલયની એક સપ્તાહ સુધી માહીતી આપી શકીએ એટલા કામો થયા છે. કોરોના મહામારીમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશ કોરોના બચી ગયો. દેશને એક નહી બે કોરોનાની રસી આપી નિશુલ્ક આપી. પહેલા અમુક પાર્ટીના વડા મહિલા હોવા છતા મહિલાઓનુ કલ્યાણ કરી શક્યા નથી આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ કામ કર્યુ છે. વડાપ્રઘાનશ્રીએ મહિલાઓને ઉજવલા યોજના થકી ગેસનો બાટલો વિના મુલ્યે આપ્યો છે. પહેલા ગેસનું કનેકશન સાંસદ સભ્યના ક્વોટામાથી મળતું આ માટે સામાન્ય માણસની પહોંચ હોય જ નહી પરંતુ વડાપ્રઘાનશ્રીએ મહિલાઓને ઘરે ઘરે ગેસનું કનેકશન આપી ઘણા કામો કર્યો છે.

આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કરનાર પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 2022 વિઘાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયુ છે અને ભાજપના કાર્યકરો તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ આજે નબળી પડી ગઇ છે એના કારણે ભાજપના કાર્યકરો અતિવિશ્વાસમાં ન રહે. પહેલા કોંગ્રેસને અન્ય રાજકીય પાર્ટી સમર્થન કરતી આજે અન્ય રાજકીય પાર્ટીઓ પણ કોંગ્રેસને સમર્થન આપતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી. ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસે બેનર લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષી સત્તામાં નથી. કોંગ્રેસનું કામ નથી બોલતું પણ કોંગ્રેસના કારનામાં બોલે છે. આપણી પેજ કમિટીની ફોજ અને બુથના કાર્યકરો અંતિમ સમય સુધી કામ કરે. ચૂંટણી સમયે ખોટી જાહેરોતો કરી ગુજરાતનું વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કેટલીક પાર્ટી કરશે તેમનાથી સાવચેત રહેજો. ગુજરાતની ગૌરવ યાત્રાને ગઇકાલથી જે પ્રેમ અને સમર્થન મળી રહ્યુ છે તે દર્શાવે છે કે ભાજપના શુભેચ્છકો, કાર્યકરો પુરી તાકાત સાથે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ફરી એક વાર ઐતિહાસીક વિજય ગુજરાતને અપાવશે.

આ કાર્યક્રમમાં મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોઘન કરતા જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં અવિરત પણે ચાલી રહેલ ગુજરાતની વિકાસ યાત્રાનું સ્મરણ છે. ડબલ એન્જિનની સરકાર સૌના વિકાસ માટેની નેમ રાખે છે. ગરીબ,વંચીત,શોષીત,પીડિત,દરેક વર્ગને યોજનાના લાભ આપવાનો ભાજપ સરકારનો સેવામંત્ર છે. ભાજપનો કાર્યકર સરકારમાં હોય કે પક્ષમાં તેમના માટે જન સેવા એ પહેલો ઘર્મ છે. દેશના પ્રથમ સહકારીતા મંત્રી તરીકે સહકારથી સમૃદ્ધી તરફ નો માર્ગ શ્રી અમિતભાઇ શાહ સાહેબે દર્શાવ્યો છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં મક્કમ નિર્ણયોને કારણે નળ કાંઠાના નો સોર્સ વિલેજ એટલે કે સિંચાઇના પાણીથી વંચિત 32 ગામોને હવે નર્મદાનું જળ મળશે. ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યોને કારણે આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે તેવો વિશ્વાસ દાખવ્યો.

આ ગૌરવયાત્રામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ભારતીબેન શિયાળ, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા શ્રી વર્ષાબેન દોશી, ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી વિનોદભાઇ ચાવડા, શ્રી રજનીભાઇ પટેલ, , પુર્વ અધ્યક્ષશ્રી રમણલાલ વોરા, શ્રી આઈ કે જાડેજા સહિત રાજયનામંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ઘારાસભ્યશ્રીઓ, પ્રદેશ અને જિલ્લાના સંગઠનના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM