આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે -મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

સુરખાઇ ખાતે નલ સે જલ અભિયાનની સિધ્ધિની ઉદ્દધઘોષણા કાર્યક્રમ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે નલ સે જલ અભિયાનની સિધ્ધિઓની ઉદ્દઘોષણા કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ અવસરે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે. રાજયમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ અમલી બનાવી છે. નવસારી જિલ્લામાં રૂ.૬૦ કરોડના ખર્ચે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમમાં ૧૦૦ ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના ૩૯૪ ગામોમાં ઘરે ઘરે પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પાણી વગર વિકાસ શકય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજય બનાવવા ગુજરાતે પાણીના સ્રોત ઉભા કરીને છેવાડાના માનવી સુધી પીવાના પાણી પહોંચાડવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અથાગ પ્રયાસ કરી રહ્યા છે
કાર્યક્રમ દરમિયાન નલ સે જલ સિધ્ધિ પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, શાસકપક્ષના નેતાશ્રી શિવેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *