નવસારી જિલ્લાના ગણદેવી  તાલુકામાં રૂા. 621.00 લાખના ખર્ચે નિર્માણ થનાર રસ્તાઓનું    ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું

નવસારી જિલ્લાના ગણદેવી  તાલુકાના વાઘરેચ , ખાપરવાડા , વણગામ, બીગરી, પોંસરી તેમજ મેંધર ગામે અંદાજીત રૂા.621.00 લાખના ખર્ચે રસ્તાઓના  વિકાસકામોનું ખાતમુર્હુત રાજયના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષા શ્રીમતી દિપાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. ગણદેવી તાલુકામાં રૂા.621.00  લાખના ખર્ચે  કુલ નવ  રસ્તાઓનું  ખાતમુહૂર્ત  કરી પ્રજાજનોને રસ્તાઓના વિકાસકામોની ભેટ ધરવામાં આવી હતી .        

આજ રોજ થયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત ગણદેવી  તાલુકાના વાઘરેચ  ગામમાં   વલસાડ બીલીમોરા થી વાઘરેચ દેસરા તરફ જતો રોડ  રૂ.100.00 લાખના ખર્ચે  , ખાપરવાડા ગામના મુખ્ય રસ્તા – ભાઠલા ખાપરવાળા જોરાવાસણ રોડ – પ્રાયમરી શાળા થી શિંગોતર માતાના મંદિર સુધીનો રોડ  રૂ.235.00 લાખના ખર્ચે , વણગામમાં  ડુંગરી જેસપોર ભાઠલા રોડ રૂ.150.00 લાખના ખર્ચે, બિગરી ગામમાં  મુખ્ય ચાર રસ્તાથી સ્મશાન ઘર સુધીનો  રોડ – બિગરી કોઓપરેટીવ હાઉસિંગ થી દથોરા તળાવ રોડ  રૂ.61.00 લાખના ખર્ચે , પોંસરી ગામમાં જલારામ મંદિર થી પોંસરી ગામના આંતરિક રોડ રૂ.40.00 લાખના ખર્ચે , અને મેંધર ગામમાં પારસી ફળીયામાં જતો રસ્તો  રોડ રૂ. 35.00  લાખના ખર્ચે નિર્માણ થનાર ઉપરોક્ત તમામ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.      

આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM