અબડાસા પેટા ચુંટણી અંતર્ગત પાટીદાર આગેવાનો સાથે બેઠકો યોજાઈ

પેટા ચુંટણી અંતર્ગત પાટીદાર આગેવાનો સાથે બેઠકો યોજાઈ . ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલ અને જિલ્લા અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ પાટીદાર અગ્રણીઓને મળ્યા ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલ તેમજ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે નખત્રાણા વિસ્તારના વિવિધ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠકો યોજી પાટીદાર સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્ચેના મજબૂત બંધનને આ ચુંટણીમાં પણ અતૂટ રાખવા અનુરોધ કર્યો હતો . વિધાનસભા ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સાથે સૌ પ્રથમ સાંયરા સ્થિત ભીખુષિ આશ્રમ ખાતે પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી હતી . ત્યાર બાદ શંકર વિજય શો મીલ નખત્રાણા ખાતે પણ સ્થાનિક પાટીદાર સમાજ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . છેલ્લે નગરના વ્યાપારી મંડળ હોલ ખાતે સૌ અગ્રણી વેપારી ભાઈઓ સાથે મુલાકાત બેઠક પણ યોજી હતી . ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ આલેખાયેલી વિકાસની રાજનીતી થકી અબડાસા સહિત સમગ્ર કચ્છમાં અનેક વિકાસ કાર્યોની હારમાળા સર્જાઈ છે ત્યારે આગામી ચૂંટણીમાં અબડાસાની ઉન્નતી અને પ્રગતિ ખાતર તેમજ રાજયસભામાં મોદીજીના હાથ મજબૂત કરવા માટે પ્રદ્યુમનસિંહ જાડેજા ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે ત્યારે સૌ પાટીદાર ભાઈઓની સવિશેષ જવાબદારી બની રહે છે કે પ્રદ્યુમનસિંહને જંગી બહુમતીથી વિજયી બનાવીને અબડાસાની ધરતી પર કમળને પૂર્ણ કળાએ ખીલવીએ . જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , પાટીદાર સમાજ હંમેશા ભાજપની પડખે ઉભો રહયો છે . ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતીને પાટીદારોએ હંમેશા ખૂબ સમર્થન પુરું પાડયું છે તો ભાજપને સમર્થન આપવાની ચાલી આવતી પરંપરાને આગળ ધપાવીને સમાજ ફરી એક વખત પ્રદ્યુમનસિંહ જાડેજાની પડખે ઉભો રહીને અબડાસાના વિકાસ અને ગૌરવ ખાતર તેમને વીજયિ બનાવવામાં સહભાગી બનશે તેવો દૃઢ વિશ્વાસ છે . વધુમાં તેઓએ જણાવ્યું હતું કે , નખત્રાણાના જી.એમ.ડી.સી. કોલેજ અને એ.પી.એમ.સી. જેવા યક્ષ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો છે એ ભાજપ સરકારની કચ્છ પ્રત્યેની સહાનુભૂતિ અને કટીબધ્ધતા દર્શાવે છે . આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણાએ નખત્રાણાના વિવિધ વિકાસ કામો બાબતે કરેલી વખતો વખતની રજૂઆતો પર પણ પુરતું ધ્યાન આપીને પક્ષ દ્વારા યોગ્ય અને ત્વરીત નિર્ણયો લેવાયા છે . વિધાનસભા સીટ ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલે વેપારી આગેવાનોને તેમણે જણાવ્યું હતું કે , વિકાસના નારા સાથે નીકળેલા ભાજપના ઉમેદવારને વીજયિ બનાવીને આ વખતે અબડાસાની નો રીપીટની પરંપરા પર રોક લગાવવામાં આપ સૌ વ્યાપારી મિત્રો , નખત્રાણા પંથકના પ્રજાજનો સહિત સમગ્ર અબડાસા મત વિસ્તારના મતદાતાઓનો સાથ અને સહકાર પ્રાપ્ત થશે એવી પૂર્ણ શ્રધ્ધા ધરાવીએ છીએ . ઉપરોકત બેઠકોમાં નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ , સામાજિક અને વેપારી આગેવાન સર્વેશ્રીઓ લધારામભાઈ લીંબાણી , પરસોતમભાઈ વાસાણી , ધીરજભાઈ પટેલ ( પૂર્વ સરપંચ સાંયરા ) , રતનશીભાઈ ભીમાણી , બાબુભાઈ પટેલ , પચાણભાઈ છાભૈયા , જેન્તીભાઈ પટેલ , હરીભાઈ રતનાણી , બાબુભાઈ ધનાણી , દિનેશભાઈ નાથાણી , ડાયાલાલભાઈ સેંઘાણી , રવજીભાઈ બાથાણી , સામજીભાઈ કેસરાણી , કમલેશભાઈ પટેલ , પ્રવિણભાઈ ધનાણી , રાજુભાઈ પલણ , હિતેશભાઈ ગોસ્વામી , નીતીનભાઈ ઠકકર , કિશોરભાઈ સોની , અર્જુનદેવસિંહ ચુડાસમા , ચંદનસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM