ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીમાં શ્રેણીબદ્ધ સભાઓ યોજાઇ હતી

રાજ્ય – કેન્દ્રની અનેક વિકાસલક્ષી યોજના સામાન્યજન સુધી પહોંચાડવા રાજ્યની ભાજપ સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.હાલ ડાંગ જિલ્લામાં ૩૧૧ ગામોને રસ્તા ,પીવાનું પાણી, શાળાઓ, ૨૪ કલાક વીજળી, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિના થી કેબિનેટ કક્ષાના મંત્રીઓ દ્વારા ઘરેઘર સરકારી યોજનાઓ ની સમજ તેમજ તેમની રજૂઆતો ને વાચા આપવા સફળ રહેલા આદિજાતિ અને મહિલા,બાલ કલ્યાણ,મંત્રી શ્રીગણપતસિંહ વસાવાની કાર્યશેલીથી પ્રભાવિત થઈ અનેક સરપંચો, તાલુકા,જિલ્લા સદસ્યો, સહિત ધાર્મિક ,સામાજિક,આગેવાનો સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે ભાજપ નો ખેસ ધારણ કરી પોતાનો સાથ આપ્યો હતો. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની ઝંઝાવતી સભાઓમાં ગ્રામજનોની સ્વયંભુ ભીડ ઉમટી પડે છે, જેનાથી આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ જીત મેળવે તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે.પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના કેશબંધ, બુરથડી,શીંગાણા, દહેર,કડમાળ,મહાલ, સાજુપાડા વિસ્તારમાં શ્રેણીબદ્ધ સભાઓમાં રાજુભાઇ ગામીત,માજી ધારાસભ્ય મંગળ ગાવીત,જિલ્લા પંચાયત સદસ્ય નિર્મળાબેન ગામીત,સુબિર તાલુકા પંચાયત સભ્ય બચુબેન બારીસ,સુબિર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વસનજી ,તાપી જીલ્લા ના ઇન્ચાર્જ મયંકભાઈ,તાલુકા સભ્ય જગદીશ ગામીત,તાપી જિલ્લા મંડળ પ્રમુખ જયરામભાઈ ગામીત,વીનેશ ગાવીત,સહિત અપેક્ષિત કાર્યકરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ : પટેલ હિતાર્થ, વઘઇ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *