
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના બોરસદ તેમજ પેટલાદ શહેરમાં અશાંત ધારો લાગુ કરતા રાજ્યપાલે આજે મહોર લગાવી દીધી છે,બોરસદ તેમજ પેટલાદ શહેર ની ગણના અતિ સંવેદનશીલ શહેરો માં થતી હોય, સાંસદશ્રીને અવાર નવાર બન્ને શહેરો માં થી સ્થાનિકો ધ્વારા અસરકારક અશાંતધારા નો કાયદો પેટલાદ અને બોરસદ શહેર માં પસાર કરવા માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા મળેલી રજૂઆતો ને સરકાર સુધી પહોંચાડી અસરકારક અમલીકરણ કરવા માટે લેખિત તથા મૌખિક અપીલ કરી હતી.
બોરસદ અને પેટલાદ માં અશાંત ધારો લાગુ કરવા હિન્દૂ સંગઠનો ની હતી, સ્થાનિકો ની માંગને ધ્યાને રાખી જિલ્લા સંગઠન તરફથી થયેલ રજૂઆત પર મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વારા અનુમતિ ની મહોર લગાવવામાં આવી હતી,બન્ને શહેરો ની માંગણી ને રાજ્યપાલે મારી મંજૂરી ની મહોર લગાવતા સ્થાનિક કક્ષાએ લોકો એ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.અશાંત ધારો લાગુ થતા હવે મિલકત ની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય જેથી શહેરો માં કોમી એકતા જાળવાય રહેશે અને મિલકત વિવાદ ના પ્રશ્નો નુ મહદ્ અંશે નિરાકરણ લાવવા માં સફડત મળશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

બોરસદ અને પેટલાદ શહેર માં અશાંત ધારો લાગુ કરવા બદલ સાંસદશ્રી મિતેષભાઈ પટેલ એ ગુજરાતના મૃદુ, મક્કમ અને યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ તથા રાજ્ય ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્યો છે
