નાગરિકોના આરોગ્યની કરે દરકાર, ડબલ એન્જીન ની આ સરકાર.

રિપોર્ટ : બીના પટેલ

 દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે થી રાજ્યના 50 લાખ થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ નો રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ થયો. જે અંતર્ગત નાના કલોદરા મુકામે ખંભાત તાલુકાકક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ ના વરદ હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
 આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધી, પ્રાંત અધિકારી નિરૂપમાબેન ગઢવી, તાલુકા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ રબારી સહિત સંગઠનના હોદ્દેદારો, તા.પં સભ્ય પ્રકાશભાઈ આચાર્ય, દિકુંતલાબેન નીતિનભાઈ પટેલ સહિત ચૂંટાયેલા પદાધિકારીઓ, ગામના સરપંચ સહિત આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *