આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક મોટા માર્જિનથી જીતવા ભાજપાની કવાયત

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૧૬ ઓક્ટોબર, રવિવારે ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંતર્ગત વિધાનસભા સીટના વ્યવસ્થાપક કમિટીના સભ્યો સાથે અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકના પ્રભારી શ્રીમતી જયશ્રીબેન પટેલ, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, રાજસ્થાનથી પધારેલ પ્રવાસી કાર્યકર્તા ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટૅ. કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, વ્યવસ્થા ટીમના સભ્યો, બુથ સંગઠનના પદાધિકારીઓ સહિત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત બેઠકમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક મોટા અંતર થી જીતવા માટે સુનિયોજિત સંગઠન વ્યવસ્થા સાથે સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૭ વર્ષમાં ભરોસાની ભાજપા સરકારમાં જનકલ્યાણના અનેક કર્યો થયા છે ત્યારે સરકારની ઉત્કૃષ્ટ કામગીરીની સાથે સંગઠનની સુદ્રઢ ભૂમિકા સાથે મોટા અંતરથી બેઠક જીતવા માટે સૌએ નિશ્ચય કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM