નાના ભૂલકાઓ સાથે મળીને બાળકો સાથે દિવાળી નો આનંદ માણતા: ડોક્ટર આરતીબેન ભીલ

ગૌમાતા આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તેની જાણકારી આપતા ડોક્ટર આરતીબેન ભીલ

શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ડોક્ટર આરતીબેનભીલ દ્વારા દત્તક લીધેલા 300 બાળકો પૈકી 26 બાળકો જેઓ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોળકા ગામે સ્વ સંચાલિત આશ્રમશાળા નિવાસ કરે છે આશ્રમ શાળામાં ડોક્ટર આરતીબેન ભીલ એ નાના ભૂલકાઓ સાથે મળીને બાળકો સાથે દિવાળી નો આનંદ માણ્યો હતો. આરતીબેન ભીલ દ્વારા બાળકોને દિવાળી વિશે જાણકારી આપવામાં આવી. ડોક્ટર આરતીબેન ભીલ દ્વારા ગૌ માતાની પૂજા કરી. ત્યારબાદ ડોક્ટર આરતીબેન ભીલ દ્વારા ગૌમાતા આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી ગૌમાતા ભગવાન ની પણ ભગવાન , દેવત્વ અને ઋષિત્વની પોષક , સમગ્ર પ્રકૃતિની ધુરી છેતમામ જીવજગતને સાત્વિક આહાર, આરોગ્ય, જીવનઊર્જા તેમજ શાંતિપૂર્ણ જીવનની પ્રાપ્તિ  પૂજનીય ગૌ માતા દ્વારા થાય છે. ગૌમાતા સમગ્ર પ્રાણીજગતને વિવિધ પ્રકારનાં અસાધ્ય જીવાણુઓ- રોગાણુઓથી અને વિનાશકારી વાયરસ થી સુરક્ષિત રાખે છે. સંપૂર્ણ સૃષ્ટિમાં હવા, પાણી અને અન્નને શુદ્ધ, સાત્વિક જીવનીશક્તિ થી સંપન્ન કરવાનું સામર્થ્ય  છે. નાના ભૂલકાઓ માટે તેઓશ્રીએ અનાજ, કપડા, ફળફળાદી, તેમજ મીઠાઈ જેવા ઉપહારો આપ્પા. ત્યારબાદ બાળકોને કપ કેક આપી બાળકોને સારું ભણતર ભણીને ખૂબ જ આગળ વધે તેવી બાળકોને શુભકામનાઓ આપવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *