આહવા ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિતરણ કાર્યક્રમ યોજાયો

તંદુરસ્ત સમાજ નિર્માણની આપણી જવાબદારી છે – ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતમા 50 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમના શુભારંભ પ્રંસગે, કાર્યક્રમના ભાગરૂપે ડાંગ જિલ્લા આહવા વિજ્ઞાન કોલેજના ગ્રાઉન્ડમા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા પી.એમ.જે.વાય. ‘મા યોજના’નો કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી મોદીની દીર્ઘદ્રષ્ટિ અને જનકલ્યાણકારી યોજનોના કારણે આજે પી.એમ.જે.વાય. ‘મા યોજના’ અમલમા આવી છે. ત્યારે મોટી સંખ્યામા લોકોને આ યોજનાનો લાભ લેવા માટે ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો.

આરોગ્ય બાબતે આર્થિક પરિસ્થિતિનો સામનો કરતા લોકો પહેલા સારવારથી દુર રહેવાનુ પસંદ કરતા, પરંતુ હવે પી.એમ.જે.વાય. ‘મા યોજના’ના કારણે નિર્ભયપણે પોતાનો ઈલાજ હોસ્પિટલમા કરાવી શકે છે તેમ ધારાસભ્યશ્રીએ વધુમા જણાવ્યુ હતુ. સાથે સમાજને શિક્ષિત અને આરોગ્ય બાબતે તદુરસ્ત સમાજ નિર્માણ માટેની ધારાસભ્યશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.

આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડબલ એન્જીન સરકાર પ્રજાહિત કલ્યાણકારી યોજનાઓ લાવી રહી છે. જન્મ થી મૃત્યુ સુધીની તમામ યોજનાઓ આ સરકાર આપી રહી છે. ત્યારે લોકોને પી.એમ.જે.વાય. ‘મા યોજના’નો લાભ લઈ આરોગ્ય જાળવણી માટે આહવાન કર્યું હતુ.

ડાંગ જિલ્લામા 87,000 થી વધારે લાભાર્થીઓએ પી. એમ. જે. વાય. ‘મા યોજના’નો કાર્ડ મેળવેલ છે. જેમા અત્યાર સુધી 3291 લાભર્થીઓએ 7.80 કરોડ રૂપિયાની વિના મુલ્યે સારવાર મેળવેલ છે. આજથી જિલ્લાના 87317 લોકોના ઘરે ઘરે જઈને લાભ આપવામા આવનાર છે.

પ્રધાનમંત્રી શ્રી મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમા રાજ્ય કક્ષાએથી ટુ-વે ના માધ્યમ દ્વારા જીવંત પ્રસારણ કાર્યક્રમ પણ યોજવામા આવ્યો હતો.

આહવા ખાતે યોજાયેલ કાર્યક્રમમા આહવાના ઉપ સરપંચ શ્રી હરિરામ સાંવત, અને જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ભાર્ગવ દવે દ્વારા ક્ષયના દર્દીઓને દતક લેવામા આવેલ છે. જેઓને મુખ્ય સ્ટેજ ઉપર અનાજ કીટ વિતરણ કરવામા આવી હતી.

આહવા ખાતે યોજાયેલ કાર્યક્રમમા કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પંચાયત આરોગ્ય સિમિતના અધ્યક્ષ શ્રીમતી હેતલબેન ચૌધરી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન ચૌધરી, જિલ્લા સદસ્ય શ્રીમતી નયનાબેન બાગુલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, અધિક જિલ્લા અધિકારીશ્રી ડો. હિમાંશુભાઈ ગામિત, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *