રાજકોટમાં રાજયકક્ષાનો સૂર્યગ્રહણ નિદર્શન કાર્યક્રમ યોજાશે

સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

– રાજયમાં ગ્રહણ સંબંધી અંધવિશ્વાસ સાામે વિજ્ઞાન જાથા જાગૃતિ કાર્યક્રમો આપશે.
– ગ્રહણના ફળકથનો, નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે.
– ગ્રહણ સમયે જાગૃત લોકોને ફિલ્ટર ચશ્મા આપી નિદર્શનમાં ભાગ લઈ શકશે.
– રાજકોટમાં ૧ કલાક ૩ર મિનિટ ૧ર સેકન્ડ જયારે અમદાવાદમાં ૧ કલાક ર૮ મિનિટ.
– ભારતમાં આંશિક, ખંડગ્રાસ ગ્રહણનો નજારો, દેશના અમુક ભાગોમાં દેખાશે નહિ.
– ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો, સુતક–બુતક હંબક… જયંત પંડયા.
– વિજ્ઞાન જાથાના ગ્રહણ નિદર્શન સાથે ગેરમાન્યતાનું ખંડન કરવામાં આવશે.

અમદાવાદ : દેશ–દુનિયાના અમુક પ્નદેશોમાં આજે તા. રપ મી ઓકટોબરે બપોર પછી આંશિક–ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતના અમુક ભાગોમાં ખંડગ્રાસ, આંશિક જયારે અમુક ભાગોમાં સદંતર જોવા મળશે નહિ. વિશ્વના વૈજ્ઞાનિકો ગ્રહણ સમયે માનવ કલ્યાણકારી સંશોધન કરશે જયારે ભારતમાં લેભાગુઓ ગ્રહણની ભૌગોલિક, સામાજિક, રાશિ ફળકથનો, મનના તુક્કાઓ મુજબ આગાહીઓ કરશે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ જોવા માટે ફિલ્ટર ચશ્માનું વિતરણ અને ગ્રહણની ગેરમાન્યતાનું ખંડન કરી નકારાત્મક આગાહીઓ, ફળકથનોની હોળી કરશે.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પૃથ્વી ઉપર ગ્રહણ સ્પર્શ ભૂમંડલે બપોરે ૧૪ કલાક ર૮ મિનિટ ર૧ સેકન્ડ જયારે ગ્રહણ મોક્ષ ૧૮ કલાક ૩ર મિનિટ ૧૧ સેકન્ડે થનાર છે. રાજકોટમાં ગ્રહણો સમય કાળ ૧ કલાક ૩ર મિનિટ ૧ર સેકન્ડ, અમદાવાદમાં ગ્રહણનો સમય ૧ કલાક ર૮ મિનિટ રહેશે. રાજયકક્ષાનો કાર્યક્રમમાં જાગૃતોને ફિલ્ટર ચશ્મા આપી નિદર્શનમાં ભાગ લઈ શકશે. વિશ્વનો રોમાંચકારી દિવસ છે. વિશ્વ આખામાં જબરો ઉત્સાહ છે. આજથી રાજકોટ ખાતે જાથાના કાર્યાલયે વિજ્ઞાન ઉપકરણ ચશ્માનું વિતરણ કરવામાં આવશે
વધુમાં જયંત પંડયા જણાવે છે કે રાજકોટમાં રૈયા રોડ, હનુમાન મઢી ચોકમાં ”સાકેત પ્લાઝા” ની અગાસીમાં સૂર્યગ્રહણ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વ્યવસ્થા ખાતર નાગરિકોને ક્રમશ: જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જાગૃતો સાંજના સાડા ચાર કલાકે આવી સૂર્યગ્રહણ નજારો ફિલ્ટર ચશ્માથી જોઈ શકશે. નરી આંખે સૂર્યગ્રહણ નિહાળવું જોખમકારક છે. આંખે અંધાપો ન આવે તેની કાળજી રાખવી જરૂરી છે. વિજ્ઞાન ચંદ્ર કે સૂર્યગ્રહણ, કેવી રીતે થાય તેની પળેપળેની માહિતી–નિદર્શન ટી.વી. માધ્યમ ઉપર આપે છે જે ઘરબેઠા જોઈ શકાય છે. માત્રને માત્ર ખગોળીય અવકાશી ઘટના છે. ભૂમિતિની પરિભ્રમણની રમત છે તેવું સાબિત કરી આપે છે જયારે ભારતમાં લેભાગુઓએ વેધાદિ નિયમો, સુતક–બૂતક, હાસ્યાસ્પદ નિયમો બનાવી લોકોને ઊંધા માર્ગે વાળે છે રાશિ ફળકથનો, ગ્રહણની ભૌગોલિક, જાતજાતની અસરો બતાવ છે તે તમામ હંબક, બોગસ છે. ગ્રહણની માનવને જીવનને કશી જ અસર થતી નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે છતાં લેભાગુઓ નકારાત્મક આગાહીઓ કરે છે. જાથાએ દેશવ્યાપી જાગૃતિ કાર્યક્રમો અમલમાં મુકયા છે. સ્વયં જાગૃતિનો પ્નયાસ જાથા કરે છે.
વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે કુદરત–પ્નાકૃતિ નિયમોનું પાલન કરવું માનવીની ફરજ છે. કુદરતના નિયમો ગ્રહણના પૂજા–પાઠ, દાન–પુણ્ય, હોમ–હવન, વેધાદિ નિયમોની કશી જ અસર નથી. માત્ર સમયની બરબાદી માનસિક પછાતપણું જોવા મળે છે. ગ્રહણ સંબંધી કર્મકાંડ– ક્રિયાકાંડો બોગસ, બેબુનિયાદ છે. લેભાગુઓએ તર્કટ રચીને લોકોને યેનકેન શોષણ કરે છે તેથી ર૧ મી સદીમાં જાગવાની જરૂર છે. ભારતે મંત્રને અનુસરણ કરતાં લોકોને અધોગતિ મળી છે જયારે યુરોપના દેશોએ યંત્રની પસંદગી કરતાં હરણફાળ પ્નગતિ નજરે જોઈ શકીએ છીએ. લોકોએ કયો માર્ગ લેવો તે પસંદ કરવું જોઈએ. વિજ્ઞાન માનસ–તર્કથી માનવનો ઉધ્ધાર છે. જાથા માનવ સમાજ સુખી–સંપન્ન, મજબુત કેમ બને તેનો સતત પ્નયાસ કરે છે. ગ્રહણ સંબંધી અંધવિશ્વાસની પોલખોલ કરવામાં આવશે. પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, લાભ–નુકશાન, હોની–અનહોની ઘટના બને છે તેને કોઈ અટકાવી શકતું નથી તેથી ઘટનાનો સામનો કેમ કરવો તે શીખવું જરૂરી છે. જપ–તપ, મંત્રો, પૂજા–પાઠનું કશું જ ઉપજતું નથી તે અનુભવે શીખવું જરૂરી છે. સરકારનું અવૈજ્ઞાનિક માનસ–વલણ પ્નજા માટે ઘાતકરૂપ સાબિત થશે તેથી લોકહિતમાં માનસ પરિવર્તનની જાથા આશા રાખે છે
રાજયમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પાલનુપર, હિંમતનગર, અરવલ્લી, રાજપીપળા, દાહોદ, ડાંગ–આહવા, ગોધરા, પંચમહાલ, માણસા, ભુજ–કચ્છ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, પાલનપુર, છોટા ઉદેપુર, તાપી–વ્યારા, તાલુકા અને ૧૪ શાખાઓમાં ગ્રહણ નિદર્શનની આમંત્રિતો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જયાં ફિલ્ટર ચશ્માથી લોકો ગ્રહણનો નજારો જોઈ શકવાના છે.
જાથાના દિનેશ હુંબલ, નર્મળિ મેત્રા, વિનોદ વામજા, અંકલેશ ગોહિલ, નાથાભાઈ પીપળીયા, ઉપેન્દ્ર પંડયા, નર્ભયિ જોશી, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, અમિત ગોસ્વામી અમદાવાદ, આશિષ પંડયા, સાકેત પ્લાઝાના પ્નમુખ અને હોદ્દેદારો, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ચંદ્રિકા ચંદ્રપાલ ગ્રહણની તૈયારી કરી રહ્યા છે.
અંતમાં રાજકોટ ખાતે નગરજનો મંગળવાર સાંજે સાડા ચાર કલાકે રૂબરૂ આવી ચશ્મા મેળવી શકશે. નિદર્શનમાં ભાગ લઈ શકશે. હનુમાન મઢી ચોકમાં રૂબરૂ આવી ફિલ્ટર ચશ્મા મેળવી શકે છે. માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM