વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ઉપસ્તિથીમાં શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે નૂતનવર્ષે શ્રી પ્રભુસુખાર્થે ભવ્ય અન્નકુટ મનોરથના દર્શન થશે.

રિપોર્ટ : ચિરાગ પાંડેય વડોદરા
• શહેરના માંજલપુર વિસ્તારમાં અનેક વર્ષોથી ધાર્મિક,સાંસ્કૃતિક એવમ સામાજિક તથા માનવતાલક્ષી કાર્યોની સુવાસ પ્રસરાવવા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અવિરતપણે કાર્યરતછે.
• આજે જયારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રચલિત પારંપરિક પર્વ દિપાવલી એવમ નૂતનવર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે ત્યારે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર નૂતન વર્ષે શ્રી પ્રભુ સુખાર્થે દિપાવલી તેમજ અન્નકુટ મનોરથ સાકાર થતો હોય છે.
• પુષ્ટિમાર્ગીય પ્રણાલી અનુસાર શ્રી પ્રભુને અન્નકુટમાં વિધવિધભોગ-સામગ્રી ધરાવવામાં આવે છે જેની સજાવટ ખૂબજ અલૌકિક અને દર્શનીય હોય છે.
• ૩૦૦ કિલો અન્નના વિનિયોગ થી પાંચફૂટ થી પણ ઊંચા સખડી ના શિખર ની સજાવટ થશે.
• આ દિપાવલી અન્નકૂટપર્વ પર વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતિમાં વ્રજધામ આધ્યત્મિક સંકુલ ખાતે ભવ્ય અન્નકુટ મનોરથ માં ૩૦૦ કીલો અન્ન(ભાત) ના શિખર ની અતિદિવ્ય સજાવટ સાથે વિવિધ સામગ્રી શ્રી પ્રભુને ધરવા માં આવશે.
• તા.૨૪/૧૦/૨૨ ,સોમવાર – દિપાવલી ના રોજ સાંજે ૭.૦૦ કલાકે હટડી તથા દીપ દાન ના દર્શન થશે.
• તા. ૨૬/૧૦/૨૨ ,બુધવાર –નુતન વર્ષે સવારે ૭.૩૦ થી ૯.૩૦ કલાક સુધી શ્રી પ્રભુના શ્રીંગાર દર્શન તથા સાંજે ૫.૩૦ થી ૭.૩૦ કલાક સુધી શ્રી પ્રભુના સંધ્યા ના દર્શન નો લાભ પ્રાપ્ત થશે સાથે પૂજ્ય શ્રી ના પણ આશીર્વાદ નો લાભ પ્રાપ્ત થશે.
• તા.૨૯/૧૦/૨૨ ના રોજ સાંજે ૭ કલાકે કાનજગાઈના દર્શન થશે.
• તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ કલાકે ગોવર્ધન પૂજા ના દર્શન થશે તથા શ્રી પ્રભુ સુખાર્થે “ભવ્ય અન્નકુટ મનોરથ” ના દર્શન સાંજે ૫.૩૦ કલાકે, વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સૌ ભાવિકજનો અર્થે ખુલ્લા મૂકવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *