અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ચાર મંડલમા યુવા મોરચા દ્વારા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ અને પ્રાર્થના કરાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકા, હાંસોટ તાલુકા, અંકલેશ્વર નોટીફાઇડ ભાજપ યુવા મોરચા દ્વારા મોરબી ખાતે બનેલી ઘટના માં મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપવા વિધાનસભામા વિવિધ જગ્યાએ કેન્ડલ પ્રગટાવી મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

.મોરબીમાં ઝુલતો પુલ તૂટવા ની બનેલી ગોઝારી ઘટના માં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે ગુજરાત માં અનેક સ્થળોએ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી રહી છે.. ત્યારે અંકલેશ્વર વિધાનસભાના ચાર મંડલમા ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે યુવા ભાજપ મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ મંડલ હોદેદારો અને ચુંટાયેલા નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સભ્યો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *