મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય જોવા મળશે

”મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો”

– એશિયા, ઓસ્ટે્રલિયા, પેસિફિક અને અમેરિકામાં અદ્દભુત જોવા મળશે.
– ખગ્રાસ ચંદ્રગ્રહણની અવધિ ૩ કલાક ૪૦ મિનિટની રહેશે.
– અમદાવાદ, દ્વારકા, રાજકોટ, સુરત, જામનગર, જુનાગઢ ૩ થી પ મિનિટ વચ્ચે જોવા મળશે.
– રાજયભરમાં ગ્રહણ સંબંધી ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો વિજ્ઞાન જાથા યોજશે.
– ગ્રહણ નરી આંખે જોઈ શકાશે. ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો બોગસ… જાથા.

અમદાવાદ : ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્વના અમુક દેશો–પ્નદેશોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો મંગળવાર તા. ૮ મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે ૩ કલાક ૪૦ મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે. ભારતમાં ગ્રહણના મોક્ષ સમયે આશરે ૩ થી ૪ મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શકવાના છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્નવર્તતે છે તેના ખંડન કાર્યક્રમોનું ભારત જન વિજ્ઞાન જાથાએ રાજયવ્યાપી આયોજન કર્યું છે. ગ્રહણ માત્ર ને માત્ર પરિભ્રમણની રમત, ભૂમિતિની રમત સિવાય કશું જ નથી. નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે. ચંદ્રગ્રહણ નરી આંખે જોવામાં કશું જ નુકશાન નથી.
જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર૦૭૯ ના કાર્તિક પુનમ મંગળવાર તા. ૮ મી નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળશે. જયારે એશિયા, ઓસ્ટે્રલિયા, પેસિફીક અને અમેરિકામાં અદ્દભુત આહલાદક ગ્રહણ જોવા મળવાનું છે. વૈજ્ઞાનિકો, આ સમયગાળામાં માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણની આડઅસર બતાવી લેભાગુઓ લોકોને અવળે માર્ગે વાળે છે જેમાં લોકોની અજ્ઞાનતા કારણભૂત છે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૪ કલાક ૩૯ મિનિટ ૧ર સેકન્ડ, ગ્રહણ સંમિલન : ૧પ કલાક ૪૬ મિનિટ ૩૯ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૬ કલાક ર૯ મિનિટ ૧૧ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૭ કલાક ૧૧ મિનિટ ૩૬ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૮ કલાક ૧૯ મિનિટ ૦૩ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૧.૩૬૪, સંપુર્ણ ગ્રહણ હાલ ૦૩ કલાક ૪૦ મિનિટ રહેવાનું, મધ્ય ૦૧ કલાક રપ મિનિટ સ્થિરતા રહેશે. અમદાવાદ ચંદ્રોદય : ૧૭ કલાક પ૬ મિનિટથી ૩ મિનિટ, દ્વારકા ચંદ્રોદય : ૧૮ કલાક ૧ર મિનિટ થી ૩ મિનિટ, મુંબઈ ચંદ્રોદય : ૧૭ કલાક પ૮ મિનિટથી ૧૮ કલાક ૪ મિનિટ સુધી, નવી દિલ્હી ચંદ્રોદય : ૧૭.ર૮ મિનિટથી ૧૭ કલાક ૩૧ મિનિટ, ચેન્નાઈ ચંદ્રોદય : ૧૭ કલાક ૩૮ મિનિટથી ૧૭ કલાક ૪ર મિનિટ, કલકત્તા ચંદ્રોદય ૧૬ કલાક પર મિનિટથી ૧૬ કલાક પપ મિનિટ સુધી.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી ગ્રહણ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વિગેરે માહિતી જાથા વારંવાર લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ ગણતરીની મિનિટો માટે જોવા મળશે. કુદરતી ખગોળીય અવકાશી ઘટના છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો, તેની અસરો, જપ–તપ, દાન વિગેરે જે તે સમયના અમુક લેભાગુઓ, કર્મકાંડીઓને લોકોના માથા ઉપર મુકી દીધા છે તે જડમૂળથી દૂર કરવા જાથાએ રાષ્ટ્રવ્યાપી અભિયાન આદર્યું છે. ગ્રહણોનો નજારો કેવી રીતે બને છે તે ટી.વી. માં ઘરે બેઠા બેઠા જોઈ શકાય છે છતાં ગ્રહણોની અસર બતાવી લોકોને મુર્ખ બનાવવામાં આવે છે તે દુ:ખદ છે.
પૃથ્વી ઉપર હજારો સૂર્યગ્રહણો–ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર પરિભ્રમણ, ભૂમિતિની રમત છે. આમ છતાં ભારતમાં રદ્દી માન્યતાઓ, દંતકથાઓ, પરંપરાઓનો આધાર મુકી ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે. માનવીની કર્મકાંડ–ક્રિયાકાંડ કરવાથી અધોગતિ થઈ છે. જાથા નબળા મનના લોકોમાં દ્રઢ મનોબળ કેળવાય તે માટે પ્નયત્નો કરી રહ્યું છે. ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે છતાં આજે પણ ગ્રહણ સમયે દાન–પુણ્ય, જપ–તપ, સ્નાન, રાશિ, ફળકથનો, દોષ નિવારણના નામે યેનકેન અમુક લેભાગુઓ શોષણ કરે છે જાથા તેનો સદૈવ વિરોધ કરે છે. લેભાગુઓ પોતાની આજીવિકા–રોટલા માટે શોષણ કરે છે. ર૧ મી સદી જ્ઞાન–વિજ્ઞાન સાથે પુરૂષાર્થને પ્નાધાન્ય આપવું જોઈએ. ઘરમાં બેઠા બેઠા જપ–તપનો સમય નથી. જાથાના અનુભવ પ્નમાણે અમુક જ્યોતિષીઓને આકાશમાં કયાં સ્થળે રાશિ–નક્ષત્ર કે ગ્રહો આવેલા છે તેની ખબર સુદ્ધાં નથી છતાં ચાલાકીથી છેતરે છે. લોકોમાં ખગોળવિજ્ઞાનનું જ્ઞાન આવે એટલે ગ્રહોના ચક્કર, જપ, હોમ–હવન, નિવારણ વિગેરે તૂત આપોઆપ બંધ થઈ જશે તેવું જાથા માને છે. જાથા માનવી પોતાનો વિકાસ કેમ થાય તેના ઉપાયો દર્શાવી અનુભવ પ્નમાણે અનુકરણની સલાહ આપે છે. જાથાની વિચારધારા માનવી કે નહિ તે લોકોનો પોતાનો અધિકાર છે.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી મારફત ગ્રહણ નિદર્શન સાથે વેધાદિ નિયમો સુતક–બુતકનું કડડભૂસ કરવા ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજશે. ગ્રહણ સમયે ચા–નાસ્તા સાથે નિદર્શન રાખવામાં આવશે. ગ્રહણની અસર લેશમાત્ર નથી તેનો આધાર મુકવામાં આવશે. ભૌગોલિક અસર કેમ નથી તેની સમજ આપવામાં આવશે. રાજયભરમાં જાથાએ તેની શાખાઓ, શુભેચ્છકોની મદદથી ગામેગામ નિદર્શન રાખવામાં આવશે. કુદરત–પ્નાકૃતિક નિયમ કાયમ છે. કુદરતના નિયમોનું પાલન માનવીએ કરવું જ પડશે. પૃથ્વી ઉપર દર મિનિટે, સારી–ખરાબ, હોની–અનહોની, લાભ–નુકશાન, શુભ–અશુભ વિગેરે ઘટનાઓ બનવાની જ છે તેને કોઈ રોકી શકતું નથી, અટકાવી શકતું નથી. કુદરતને પ્નાર્થના, પૂજા–પાઠ, જપ–તપ, દાન–પુણ્ય, પૂજાવિધિ, જપમાળા, અનુષ્ઠાન, હોમ–હવન, ક્રિયાકાંડો સાથે કશી જ લેવા દેવા નથી, સ્નાનસૂતક સંબંધ નથી છતાં ટી.વી. ઉપર અમુક લેભાગુઓ ગ્રહણની અસર રાશિ પ્નમાણે ક્રિયાકાંડો બતાવે છે તે નર્યું તુત છે. લોકોને ભરમાવવામાં આવે છે. વિજ્ઞાનથી માનવી સમૃદ્ધ, સુખી થયો છે. ગ્રહણ સમયે મંદિરો બંધ રાખવા તેમાં કશો જ તર્ક નથી છતાં દેવસ્થાનો બંધ રહેશે તે આપણે નજરે જોવાના છીએ. ભગવાન–ઈશ્વરને ગ્રહણની કેવી રીતે અસર થાય ? છતાં પરંપરાના નામે તૂત ચાલે છે. આગામી વર્ષોમાં માનવી ચંદ્ર–મંગળ ઉપર વસવાટ કરવાનો છે તેની તૈયારીઓ ચાલી રહી છે. રાજયભરમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ જોવા લોકો આગળ આવે તેવા જાથા પ્નયત્નો કરી રહ્યું છે.
જાથાના રાજય કક્ષાના કાર્યક્રમમાં ગ્રહણ નિદર્શન, ચા–નાસ્તો, ભોજન રાખવામાં આવશે. રાજયના જિલ્લા–તાલુકા મથકને આવરી લેવામાં આવશે. ખગોળપ્નેમીઓ પોતાના ગામમાં અનુકુળતા પ્નમાણે ગોઠવી શકશે. અમુક લેભાગુઓ કેવી રીતે છેતરે છે તેની સમજ આપવામાં આવશે. વિજ્ઞાને જ્યોતિષને કપોળકલ્પિત જાહેર કર્યું છે. કુંડળીમાં જે ગ્રહો નથી તેને બતાવવામાં આવે છે. ગ્રહોના નંગની વિંટી હાથ–આંગળામાં ધારણ કરનારા નબળા મનના છે. આત્મવિશ્વાસ કેળવવા જાથા કામ કરે છે.
અંતમાં ગામેગામ જાગૃતો પોતાના વિસ્તાર, ગામમાં ગ્રહણ નિદર્શન સાથે ચા–નાસ્તો, નકારાત્મક ફળકથનોની હોળી કરી જાગૃતિ કેળવવા કાર્યક્રમની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર મોકલવા અપીલ કરવામાં આવી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM