વડગામ વિધાનસભા ભાજપા બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ

રિપોર્ટ… ડેવિડ પટેલ.

આજરોજ તારીખ 08/11/2022 ના વડગામ તાલુકાના લિંબોઈ ચેહર ફાર્મ ખાતે વડગામ તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ. આ કાર્યક્રમમાં ભારતમાતાના ફોટાને હાર પહેરાવી, દીપ પ્રાગટ્ય કરી, ભારતમાતા કી જય, વંદે માતરમ્, જયશ્રીરામ ના જયઘોષથી શરૂઆત કરવામાં આવી હતી. વડગામ વિધાનસભા ભાજપાના તમામ શકિત કેન્દ્રના તમામ બુથમાં ગૃપ મિટિંગ ખાટલા બેઠક કરવા જીલ્લા પંચાયત સીટ સંયોજક, સહ સંયોજકની જવાબદારી નક્કી કરી ભારત સરકારના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબએ દેશ હિત, પ્રજા હિતના કરેલ કાર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના જન કલ્યાણ કારી કાર્યો વિશે દરેક બુથમાં ગૃપ મિટિંગ થકી જન જન સુઘી લોકોને જાગૃત કરી વડગામ વિધાનસભામાં ભાજપા ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો માં રાજસ્થાન ના પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુલાલ મેઘવાલ જી, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય અને વડગામ વિધાનસભા ભાજપા સંયોજક શ્રી મુકેશભાઈ દરજી, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી પરબતજી ઠાકોર, બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી વિરસંગભાઈ ચૌધરી, બનાસકાંઠા જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ચંપકભાઈ બારોટ, વડગામ તાલુકા ભાજપ અઘ્યક્ષ શ્રી પ્રવિણસિંહ રાણા, વડગામ તાલુકા ભાજપા મહામંત્રી શ્રી રામજીભાઈ બેરા, વડગામ તાલુકા ભાજપા ઉપાધ્યક્ષ શ્રી બાલકૃષ્ણ જીરાલા, વડગામ તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી રમેશભાઈ ચૌધરી, વડગામ તાલુકા ભાજપા ઓબીસી મહામંત્રી શ્રી સાહરભાઈ દેસાઈ, વડગામ તાલુકા ભાજપા કિસાન મોરચા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પ્રજાપતિ, વડગામ તાલુકા ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી રામજીભાઈ કરેણ, વડગામ તાલુકા ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાવળ, પૂર્વ યુવા ભાજપ મંત્રી અને મેપડા પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ, વડગામ તાલુકા ભાજપ કાલેડા જીલ્લા પંચાયત સીટ સંયોજક શ્રી જગતસિંહ રાજપુત, કાલેડા જીલ્લા પંચાયત સીટ સહ સંયોજક શ્રી મુકેશભાઈ રાવળ, વડગામ તાલુકા ભાજપ ઓબીસી મોરચા વડગામ જીલ્લા પંચાયત સીટ સંયોજક અને ભરકાવાડા સરપંચ શ્રી ફલજીભાઈ ચૌધરી, વડગામ જીલ્લા પંચાયત સીટ સહ સંયોજક શ્રી પ્રકાશભાઈ વાઘેલા, વડગામ તાલુકા ભાજપા જલોતરા જીલ્લા પંચાયત સીટ સંયોજક શ્રી ચેતનભાઈ ભટોળ, જલોતરા જીલ્લા પંચાયત સીટ સહ સંયોજક શ્રી શંકરજી ઠાકોર ઘોડિયાલ, ગોળા જીલ્લા પંચાયત સીટ સંયોજક શ્રી કુંદનભાઈ બારોટ, ચિત્રોડા શકિત કેન્દ્ર સંયોજક શ્રી મોહનભાઈ પરમાર, લિંબોઈ સરપંચ વર્ષાબેન બારોટ, છનીયાના સરપંચ શ્રી અલ્પેશભાઇ ચૌધરી, શ્રી રમેશજી ઠાકોર, શ્રી નારાયણભારથી ગોસ્વામી, શ્રી ગણપતભાઈ બારોટ વગેરે આગેવાનો, કાર્યકર્તાઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

શાબ્દિક સ્વાગત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય અને વડગામ વિધાનસભા ભાજપા ના સંયોજક શ્રી મુકેશભાઈ દરજીએ કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન મંચસ્થ મહાનુભાવો એ કર્યુ હતું.

કાર્યક્રમ નું સંચાલન બનાસકાંઠા ભાજપા ઓબીસી ઉપાધ્યક્ષ શ્રી ચંપકભાઈ બારોટ અને તાલુકા ભાજપ ઓબીસી મહામંત્રી શ્રી સાહરભાઈ દેસાઈએ કર્યુ હતું, આભાર વિધિ વડગામ તાલુકા ભાજપ ઓબીસી પ્રમુખ શ્રી રમેશભાઈ ચૌધરી એ કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM