
શૈશવ રાવ. રાજપીપળા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદી સાહેબે સોજીત્રા ખાતે જાહેરસભાને સંબોધી.
નરેન્દ્રભાઇ મોદી સંબોધન કરતા જણાવ્યું કે, આ ચૂંટણીમાં આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે. ગુજરાતમાં જયા જયા જવાનો અવસર મળ્યો ત્યા ચારેય એક જ નાદ સંભળાય છે કે અબ કી બાર ફીર મોદી સરકાર.ગુજરાતના જવાનિયાઓએ આ વખતે આવનાર 25 વર્ષના ભવિષ્યને ઉજ્જળુ કરવાનું બીડુ ઉઠાવ્યું છે. 89 બેઠકોની ચૂંટણીનું મતદાન થયું છે. હવે તો દેશ ભરના નાગરીકો સમજી ગયા છે કે ચૂંટણીના બે દિવસ પહેલા કોંગ્રેસ ઇવીએમમાં ગરબડ છે તેમ કહે તેનુ કારણ ગુજરાતમાં ચૂંટણી હારી રહી છે. કોંગ્રેસનુ કામ આખી ચૂંટણીમાં મોદીને ગાળો દેવાનું અને મતદાન પછી ઇવીએમને ગાળો આપવાનું, કોંગ્રેસનો આ ખેલ દેશના બાળકો પણ સમજી ગયા છે. આંણદની ધરતી પર આંનદ તો આવે જ પણ આંણદ તો પ્રેરણાની અને સંકલ્પોની ભૂમિ છે. સરદાર વલ્લભભાઇ પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંકલ્પ સાકાર કર્યો, રાજા રજવાડાને એક કર્યા. આ મારુ સૌભાગ્ય છે કે વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મળ્યુ. આખી દુનિયામાં સરદાર સાહેબનું નામ લોક જીભે ચર્ચામાં આવ્યું તે તેની ઉંચાઇના કારણે નહી તેના વ્યક્તિત્વની ઉંચાઇની સમજણ પડી તેના કારણે છે.

મોદી વધુમાં જણાવ્યું કે, ભારતની એકતાના કારણે આજે ભારત દુનિયાની અંદર મોટી તાકાત બની રહ્યુ છે. કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો, અને દેશની એકતા સામે પણ વાંધો કારણ કે તેમનું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરો તે હતું. સરદાર ને ક્યારેય પોતાના ગણ્યા નથી. મોદી સાહેબે જનતાને કહ્યુ કે કોંગ્રેસ વાળા આવે તો એક સવાલ પુછજો કે સરદાર વલ્લભ ભાઇ પટેલ કોંગ્રેસમાં હતા?. આ સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યુ હતું ?, અને ત્રીજુ સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટુ સ્મારક બન્યું છે ત્યા ગયા છો ?. કોંગ્રેસના લોકો એ ત્યા જવું જોઇએ કે નહી ? તેવો સવાલ કર્યો. કોંગ્રેસને સજા કરવી પડે કે નહી… આ વખતે આંણદ જીલ્લો એકતા બતાવી સરદાર સાહેબના દોષીઓને સજા કરશે. ગુજરાતમાં કોંગ્રેસે જાત-જાતને લડાવી, એક ગામને બીજા ગામ અને ગામડાને શહેર જોડે લડાવવાનું કામ કર્યુ તેના કારણે ગુજરાત નબળુ પડયું. ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં કરફ્યુ રોજની વાત હતી.એકતાના કારણે આજે ગુજરાતની જનતા એકતા માટે મત આપતી આવી છે અને 20 વર્ષથી ગુજરાત શાંત અને ભાઇચારાથી જીવે છે. આજે ગુજરાત દેશભરમાં નવી ઉંચાઇ પર છે. કોંગ્રેસના લોકોએ અંગ્રેજો સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યુ અને તેમની બધી કુટેવો કોંગ્રેસમાં આવી છે.
શ્રી મોદી સાહેબે પાવગઢ અંગે વાત કરતા જણાવ્યું કે, પાવગઢમાં કાળીમાતા બીરાજે છે. 500 વર્ષ પહેલા આક્રંતાઓએ મહાકાળીનું મંદિર ધ્વસ્ત કર્યુ અને 500 વર્ષ સુઘી શિખર ન બન્યું આ કોંગ્રેસની ગુલામીની માનસીકતા છે. ભાજપ સરકાર આવી અને પાવાગઢના શિખર પર ધ્વજ ફરકે છે તે જનતાના એક મતની તાકાત છે. 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય તેના માટે આ ચૂંટણી છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રોજ ન્યુઝ પેપરમાં ભ્રષ્ટાચારની હેડલાઇન અને સમાચાર બનતા આજે ભાજપની સરકારને 8 વર્ષ થયા ગોટાળાના કોઇ સમાચાર આવ્યા નથી. ભાજપ માટે 130 કરોડની જનતા આગળ વધે તેની ચિંતા હોય છે. કોરોના કાળમાં દેશની જનતાને બે-બે રસી નિશુલ્ક આપી છે આ ભારતની તાકાત છે. ભારતે કોરોનામાં જે રસીકરણ કર્યુ છે તે અમેરિકાની કુલ સંખ્યા તેના કરતા ચાર ગણુ કર્યુ છે.આજે દુનિયાના લોકોના ફોન આવે કે ગમે તેમ કરી ચોખા અમારા દેશને આપો, ખાંડ આપો, મતલબ કે આપણે દુનિયાના દેશોને પણ ભુખ્યા નથી રહેવા દીધા અને ગુજરાતમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું.આજે દુનિયામાં ભારતનું માન અને સન્માન વધ્યુ છે.આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે તેનું કારણ મોદી નહી તમે આપેલો મત છે. એક એક વોટની તાકાત છે કોઇ એક વોટની તાકાત ઓછી ન સમજે. સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ થયા હતા પરંતુ એક વખત ચૂંટણી લડયા હતા અને એક મતથી હારી ગયા હતા. સરદાર સાહેબ હારી ગયા પછી લોકોને અફસોસ થતો હતો. ડબલ એન્જિનની સરકારમાં વિકાસની ગતી ડબલ કરવા મતદાન કરજો, અને દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભુપેન્દ્ર આ ના કારણે સતત ગુજરાતના વિકાસ માટે કામ કરવાનું છે. આંણદમાં 15 હજારથી વઘારે પીએમ આવાસ બન્યા છે. 6 લાખથી વધુના લોકોના જનઘન ખાતા ખોલ્યા. 30 હજાર કરતા વધુ લોકોને ગેસ કનેકશન મળ્યા.પીએ કિશાન સન્માન નીધી યોજના હેઠળ 3 લાખ ખેડૂતોને રૂપિયા જમા કરાવ્યા છે. 100 ટકા ઘરે ઘરે નળથી પાણી પહોંચાડ્યુ છે.
મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પહેલા એક જમાનો હતો કે વિજળીના બીલ ઓછા આવે તે માટે આંદોલન થતા કોંગ્રેસની સરકારે ખેડૂતોને વિજળી માંગે તો ગોળી મારી દેતી, પરંતુ ભાજપે એ સ્થિતિ કરી કે હવે ખેડૂતો વિજળી ઉત્પાદન કરી વહેચે અને સરકાર વિજળીના રૂપિયા આપે છે. આજે આંણદ જીલ્લામાં ચાર યુનિવર્સિટી છે,પહેલા રાજયમાં ચાર યુનિવર્સિટી ન હતી. આ ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડી ભાજપના ઉમેદવારો જીતાડવા સંકલ્પ કરાવ્યો.
જાહેરસભામાં કેન્દ્રીય પ્રમુખ ડો.મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ,સાંસદ મિતેષભાઇ પટેલ, કાર્યકારી પ્રમુખ મયુરભાઇ સુથાર આંણદ જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર,આંણદ જીલ્લાના મહામંત્રી નીરવભાઇ અમિન, આંણદ જીલ્લાની સાતેય ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
