












◆ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે સવારે રાણીપ વિસ્તારના નિશાન સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તેમણે શાળાના બુથ નંબર ૧૧૭ પર મત આપ્યો હતો.
◆ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ તેમના ધર્મપત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે નારણપુરા સબ ઝોનલ ઓફીસ પહોંચ્યા હતા. જ્યાં બુથ નં. ૩૯ પર તેમણે વોટિંગ કર્યું હતું.
◆ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શીલજ ખાતે આવેલી પ્રાથમિક શાળાના બુથ નંબર ૯૪ પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
◆ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા જ્યાં બુથ નંબર ૯૫ પર તેમણે મતદાન કર્યું હતું.
◆ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે શાહીબાગ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે તૈયાર કરાયેલા બુથ નંબર ૯૯ પર મતદાન કર્યું હતું.