
કાળકામા અને દશામાનો ભુવો જયેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી (સ્ત્રીનો પહેરવેશમાં)






– છેલ્લા પાંચ વર્ષથી દુ:ખ–દર્દ, અસાધ્ય રોગ, બાધા–ટેક, જુવારા (વાડી), નિ:સંતાનને સંતાન પ્નાપ્તિ, ધંધો, પતિ–પત્નિના ઝઘડા, પિડીત લોકોની હકિકત જાણી જોવાનું, દુ:ખ–દર્દ મટાડવાનું કામ કરે છે. પ્નારંભમાં જુવાર વાડીના નામે ત્રણ હજારથી પંદર હજારની ફી વસુલે છે. બાધા–ટેકના નામે એક લાખ રૂપિયા પડાવે છે.
– ઘરમાં માતાજીનું સ્થાનક દશામા–કાળકામા–અંબેમાનું બનાવી દર રવિવાર, મંગળવારે મંડપ નાખી જોવાનું કામ કરે છે. શુકલ પક્ષના ૮ આઠમે વિશેષ ધાર્મિક કાર્યક્રમો રાખે છે. માનવ મહેરામણ, ભજન–ધૂન–કર્તનિની રમઝટ બોલાવે છે.
– જયુ માતાજી પોશાકમાં મહિલા–સ્ત્રીનો પહેરવેશ ધારણ કરી ધૂણવાનું, જવાબ આપવાનું, આરતી ઉતારી લોકોને પ્નભાવિત કરે છે.
– જયુ માતાજીને ઘરના સદસ્યો, બે–ચાર સેવકો મદદ કરી, પ્નચાર કરી લોકોને આકષ્ર્ો છે.
– જયુ માતાજીના ઘરની પાછળના ભાગે મંદિર બનાવવાનું કામ ચાલુ છે તેના ફંડ–ફાળા ઉઘરાવામાં આવે છે.
– ઘરની બાજુની જમીનમાંથી સ્વંયભુ સોના–ચાંદીની મૂર્તિ કાઢી લોકોમાં પ્નચાર કરી આસ્થા સાથે ચેડા કરે છે, ચમત્કારિક વાતો કરી મૂર્તિના નામે રૂપિયા ઉઘરાવવામાં આવે છે. મૂર્તિ કાઢવાનું તૂતની ખબર આખા ગામને પડી જતા ખાનગીમાં શ્રધ્ધાળુઓને ભરમાવે છે.
– જયુ માતાજી ખાસ કરીને પીડિત મહિલાઓને આશિર્વાદ આપતી વખતે વાંસના ભાગે હાથ ફેરવી વિકૃત હરકત કરે છે, જે વિડીયોમાં જોઈ શકાય છે.
– વારંવાર ધૂણવું – મોટો અવાજ કરવો, તે ટેવ છે. ત્રાસી નજરે મહિલાઓ સામે વારંવાર જોઈ, ટાર્ગેટ બનાવે છે.
– જયુ માતાજીના ધાર્મિક ત્રાસથી બાજુમાં સરકારી સ્કૂલના બાળકોને અભ્યાસમાં ખલેલ પહોંચે છે પરંતુ ધાર્મિક બાબત હોય કોઈ બોલી શકતું નથી.
– ચાંદીની મૂર્તિ જમીનમાંથી નીકળી ન હતી તેને વેચાતી લાવનાર સાગ્રીત શખ્સનું નામ જાહેર થઈ ગયું છે.
– લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવી માત્ર પોતાના ફાયદા માટે ધાર્મિક આયોજનો કરે છે. ગામના લોકોને જયુ માતાજી ધતિંગ કરતો હોય બે ભાગમાં શ્રધ્ધાળુઓ વહેંચાઈ ગયા છે.
– વિજ્ઞાન જાથાની ટીમ અત્યારે જયુ માતાજીના પર્દાફાશના કામમાં રોકાયેલી છે. અમો તેમને નસવાડી પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ. ધતિંગલીલા બંધની ખાત્રી આપી છે.
