હાલારના લોકપ્રિય મહિલા નેતા અને સાંસદ પૂનમ માડમ ની સરાહનીય અથાગ જહેમત

જામનગર (ભરત ભોગાયતા)

દ્વારકા(બેટ)થી દિલ્હી સુધી નૈતિક ફરજ રાજકીય ફરજ સામાજીક જવાબદારીઓમા જેઓ અજોડ રહ્યા છે તેવા પૂનમબેન માડમની સુઝબુઝ અને જાહેરજીવન ની નિતિ રીતી અભ્યાસપુર્ણ સમીક્ષાનો વિષય છે ઉચ્ચ શિક્ષણ સુસંકૃત વારસો અને બારીકાઇથી દરેક પાસાઓનુ ચિંતન કરવાના ગુણ સાથેના એક મહિલા નેતા હંમેશા લોકપ્રિય જ હોય તેવો અભિપ્રાય જન જન નો જાણવા મળે છે હંમેશા લોકોની વચ્ચે રહેવુ તે શક્ય નથી હોતુ ત્યારે એક દાયકાથી જામનગર અને દ્વારકા જિલ્લાઓની જનતા માટે કાર્યરત ( રાજકીય પ્લેટફોર્મ થી…..આમ તો તે પહેલાથી સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રમુખ તરીકે તેઓએ સેવાની સરવાણી સતત રાખી જ છે) રહેલા પૂનમબેન માડમ ની વિધાનસભા ચુંટણીમા મહેનત રંગ લાવી છે તેમ સમીક્ષકોનુ તારણ છે

માટે જ જનતા પણ કહે છે કે
હાલારના લોકપ્રિય મહિલા નેતા અને સાંસદ પૂનમબેન માડમ ની જહેમત સરાહનીય છે અને અથાગ છે કેમકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની તમામ વિધાનસભા બેઠક ઉપર માઇક્રોપ્લાનીંગથી જનસંપર્ક અને અવિરત પ્રવાસ તેમણે ચુંટણી સંદર્ભ મા કર્યા છે જેના પરીણામે બંને જિલ્લામા ભાજપ ની બેઠકો ગત વિધાનસભા ચુંટણી કરતા વધી છે

તેઓનો પરીશ્રમ આ શ્રેષ્ઠ પરીણામો લાવ્યો છે છતાય પૂનમબેન એ આ જીતનો શ્ર્રેય ભાજપના જામનગર શહેર જામનગર જીલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લા સંગઠનના સૌ આગેવાનો હોદેદારો પદાધીકારીઓ સમર્થકો માર્ગદર્શકો અને મહત્વપુર્ણ રીતે કર્મશીલ કાર્યકર્તાઓ અને બંને જિલ્લાની જનતાને આપ્યો છે …….આ જ સફળ વ્યક્તિની મોટાઇ હોય છે વિનમ્રતા હોય છે કે સફળતાનો શ્ર્રેય વહેંચતા હોય છે

ગુજરાત વિધાનસભા ચુંટણી જાહેર થયા પહેલાથી જ સંસદસભ્ય તરીકે સતત બીજી વખત ચુંટાયેલા પૂનમબેન લોકઉપયોગી કાર્યો માટે ગુજરાત સરકારમા સફળ રજુઆત કરતા આવ્યા છે તે જનતા જાણે છે તેવી જ રીતે રેલવે પોસ્ટ ટેક્સ જેવા કેન્દ્રસરકારના વિભાગોના લોકોના અનેક પ્રશ્ર્નો તેમને ઉકેલ્યા હોઇ વિધાનસભા ચુંટણીમા તેઓ જ્યા પ્રચાર મા જાય ત્યા દરેક જગ્યાએથી ઉમળકાભેર આવકાર મળતો હતો અને શહેરી તેમજ ગ્રામ્ય બંને વિસ્તારમા લોકચાહના મેળવનાર પૂનમબેન ને લોકો ખાત્રી આપતા હતા કે અમે કમળ સોળેય કળાએ ખીલવશુ

સમગ્ર પણે બંને જિલ્લાઓનો વ્યાપ અને વિસ્તાર એ મોટાભાગે આવરી લેવાનુ કપરૂ કામ પુર્ણ કરી લોકપ્રિય સાંસદ પૂનમબેનએ ભાજપના ભવ્ય વિજય માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નુ ગુજરાત અને દેશમાટેનુ પ્રદાન ઐતિહાસીક ગણાવી ભવ્ય ગુજરાત થી ભવ્ય ભારતના સર્જન માટે પક્ષ ને પ્રબળ સમર્થન આપવા સૌ ને નમ્ર અનુરોધ કરતા રહ્યા હતા તે નુ પરીણામ આ જ હાલારના બંને જિલ્લાઓમા સૌની સમક્ષ છે

પ્રધાનમંત્રી ની ડાયનેમીક પર્સનાલીટી દેશને નિત્ય નવા સુર્યોદય દિશા આપી રહી છે તેમ જણાવી સાંસદ પૂનમબેન ઉમેરે છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહ હંમેશા ઉત્સાહ પુરો પાડે છે તો રાષ્ટ્રીય બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા સંગઠનાત્મક માર્ગદર્શન પુરૂ પાડયા રહ્યા છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કર્મઠતા નો મુકસંદેશ આપે છે અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હંમેશા જોમ અને જુસ્સો પુરો પાડે છે આમ શીર્ષસ્થ નેતૃત્વ સૌ માટે પ્રેરક હોવાનુ સાંસદ પૂનમબેન માડમ એ ઉમેર્યુ હતુ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM