અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ રંગોત્સવ સ્પર્ધા માં ઝળકી

સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્પર્ધા માં 8 ગોલ્ડ મેડલ ,5 સિલ્વર અને 2 ટ્રોફી હાંસલ કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ રંગોત્સવ સ્પર્ધા માં 8 ગોલ્ડ મેડલ ,5 સિલ્વર અને 2 ટ્રોફી હાંસલ કરી મોટી સિદ્ધિ હાંસલ કરી સ્કૂલ નું નામ રોશન કર્યું છે

. મુંબઈ માં રંગોત્સવ સંસ્થા દ્વારા રંગોત્સવ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોત્સવ સ્પર્ધા માં વિવિધ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધા માં ભાગ લીધો હતો.જેમાં અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધા માં ભાગ લીધો હતો આ સ્પર્ધા માં શાળાના 139 વિદ્યાર્થીઓએ ભાગ લઇ શાળા માટે મોટી સિદ્ધિ હાંસલ કરી છે, શાળા ના વિદ્યાર્થીઓ 8 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 2 ટ્રોફી હાંસલ કરી ને ભારે સફળતા મેળવી શાળા નું ગૌરવ વધાર્યું હતું . શાળાના આચાર્ય ગંગાધર અને ચિત્ર શિક્ષક બિપિન ભાઈ અને શાળાના તમામ શિક્ષકો એ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી અને હવે .રાષ્ટ્રીય સ્પર્ધા જીત્યા બાદ હવે શાળાના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારીઓ આરંભી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM