સાબરકાંઠા બેંક દ્વારા સેવા મંડળીઓ માટે ધંધાકીય વિકાસ સેમીનાર યોજાયો.

આજરોજ હિંમતનગરના બીએપીએસ.સ્વામિનારાયણ મંદિરના હોલમાં ધી સાબરકાંઠા જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંક

દ્વારા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની સેવા સહકારી મંડળીઓના સેક્રેટરીશ્રીઓ માટે ધંધાકીય વિકાસ અંગેનો સેમીનાર

નાબાર્ડ અમદાવાદના ચીફ જનરલ મેનેજર શ્રી જ્ઞાનેન્દ્ર મણી સાહેબની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાઇ ગયો. આ પ્રસંગે બંને

જિલ્લામાંથી મોટી સંખ્યામાં સેવા મંડળીના સેક્રેટરીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે સાબરકાંઠા બેંકના ચેરમેનશ્રી

મહેશભાઇ પટેલ દ્વારા સેવા સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ઉપયોગી થવા તથા બેંક હરહંમેશ જિલ્લાના ખેડૂતો તથા

સેક્રેટરીશ્રીઓના પડખે ઉભી છે તેવું આહવાન કરવામાં આવ્યું. ચેરમેનશ્રી દ્વારા ઓર્ગેનીક ખેતી અંગે વધુમાં વધુ ખેડૂતો

આગળ આવે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે બેંક દ્વારા ૪૧૩ જેટલી સેવા મંડળીઓના સેક્રેટરીશ્રીઓને

પ્રોત્સાહન સ્વરૂપે રૂ।.૫૨.૦૪ લાખની રકમ પણ આપવામાં આવી. જિલ્લાના જે.એલ.જી.ગૃપોને ધિરાણના ચેકોનું પણ

નાબાર્ડ ચીફ જનરલ મેનેજર દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ નાબાર્ડ ચીફ જનરલ મેનેજશ્રી દ્વારા સેવા મંડળીઓને સહકારથી સમૃધ્ધિનો ઉદ્દેશ્ય ચરીતાર્થ કરવા આહવાન કરવામાં આવ્યું. સેવા મંડળીઓ કલસ્ટર એપ્રોચ વિકસાવી ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી ધિરાણ સવલતો વધારે તેમજ મંડળીના સેક્રેટરીશ્રીઓ બદલાતા સમય સાથે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી સભાસદોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. નાબાર્ડની PACS TO MSC યોજના અંતર્ગત નવા પ્રોજેકટો વિકસાવી ગ્રામ્ય શ્રેત્રે રોજગારી સર્જનમાં મહત્વનો રોલ અદાકરવા સેક્રેટરીશ્રીઓને આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાબાર્ડના ડી.જી.એમ.શ્રી નિલેષભાઇ શાહ તથા ડી.ડી.એમ.શ્રી નવલ કિન્નોર દ્વારા પણ માર્ગદર્શન અપાયેલ હતુ.

અંતમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજરશ્રી દ્વારા સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંકની મુલાકાત લઇ બેંકની કામગીરી અંગે બેંકે ચેરમેનશ્રી મહેશભાઇ એ.પટેલ તથા બેંકના અધિકારીશ્રીઓ સાથે ર્ચા કરી બેંકની કામગીરીને બિરદાવી હતી.

અંતમાં બેંકના વાઇસ ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ ભાટી દ્વારા આભારવિધિ કરવામાં આવી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM