



નેહા પૂજારાએ ગોવામાં યોજાયેલી ફિટનેસ અને મસલ્સ સ્પર્ધામાં 819 સ્પર્ધકોને હરાવી પ્રથમ સ્થાન સાથે ગોલ્ડમેડલ જીત્યો
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર માં લુહાણા પરિવાર ની વહુ નેહા પુજારા એ ગોવામાં યોજાયેલી ફિટનેશ અને મસલ્સ સ્પર્ધા માં 819 સ્પર્ધકો ને હરાવી ને પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કરી અંકલેશ્વર નું ગૌરવ વધાર્યું છે ,
મહિલાઓ માટે બોડી બિલ્ડીંગની સ્પર્ધા ખૂબ જ કઠિન હોય છે તેમાં પણ ખાસ કરી પરિણીત મહિલા અને એક માતા માટે તો પોતાનાં સ્વપ્રોને સાકાર કરવા અનેક ઘણું કઠીન બની જાય છે. સાસરીમાં ઘર સંસાર અને પરિવાર અને સંતાનોની જવાબદારી વચ્ચે આ સિદ્ધિ મેળવી સાસુ અને સસરા સહિત સાસરિયાના સહકાર વગર અશક્ય હોય છે ત્યારે અંકલેશ્વર ના લુહાણા પરિવાર ની વહુ એ સાસુ સસરા અને પતિ ના સહકાર થી ફિટનેસ અને મસલ્સ સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી પોતાના સ્વપ્ન ને સાકાર કર્યો છે,.અંકલેશ્વરના લુહાણા સમાજના આગેવાન નરેશ પુજારાની પુત્રવધુ નેહા પૂજારા એક દીકરી ની માતા છે ખાસ કરી ને સસરા નરેશ પુજારાએ પુત્રવધુ નેહા ને પુત્રીની જેમ ૨ાખી ને તેના સ્વપ્ન ને સાકાર કરવા પતિ સ્મિત પુજારા સહિત પરિવારે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવા સાથે તમામ સહયોગ આપી રહ્યા છે હાલ માં સાઉથ ગોવામાં આઈ સી કમપેર નેચરલ ફેડરેશન દ્વારા બે વર્ષ બાદ મસલ્સ એન્ડ ફિટનેસ માટે મહિલાઓની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં દેશભરમાંથી 820 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંકલેશ્વરના નેહા પુજારા પ્રથમ સ્થાન હાંસલ કરવા સાથે ગોલ્ડ મેડલ હાંસલ કરતા લુહાણા પરિવાર માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો .
નેહા પુજારા છેલ્લા અઢી વર્ષથી તૈયારીઓ કરતા હતા અને આ દરમ્યાન ઘર અને સંતાનોની જવાબદારીમાં પતિ , સાસુ અને સસરાની તમામ મદદ મળી રહી હતી.આઠ કલાકની ફરજિયાત ઉંઘ, ડાયટ, જીમ, એક્સસાઈઝ અને ટ્રેનિંગ બધું જ પિતા સમાન સસરા નરેશ પુજારા ના સહકાર થી અશક્ય હોવાનું નેહા પુજારા જણાવી રહ્યા છે છેલ્લા 3 થી 4 મહિના નેહા પુજારા એ સ્પર્ધા માટે ખૂબ જ મહેનત કરી હતી. મસલ્સ અને ફિટનેસમાં તેઓ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કરી લુહાણા સમાજ અને અંકલેશ્વર નું ગૌરવ વધાર્યું છે
