મહુવાના તરકાણી ગામે ટ્રક ચાલકે મોટર સાયકલ ચાલકને અડફતે લેતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત…..

રિપોર્ટ, મયુર પટેલ

અનાવલ મહુવા રોડ પર ખાતર ભરેલી ટ્રક બેફિકરાઈ અને ગફલત ભરી રીતે પૂર ઝડપે ચલાવતા મોટર સાયકલ ચાલકને ટક્કર મારી ચાલક ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત થયું. અકસ્માત બાદ મોટરસાયકલ માં અચાનક આગ લાગી હતી .અને મોટરસાયકલ આગમાં બળીને ખાખ થઈ ગયું .ઘટનાની જાણ મૃત્યુ પામનાર ના ભાઈ મગુંભાઈ છગનભાઈ પટેલ ને થતાં ઘટના સ્થળે આવી પહોંચી મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે આવી ઘટનાની સ્થળ તપાસ કરતા મૃત્યુ પામનાર વહેવલ દાજીડા ફળિયા ના રમેશભાઈ છગનભાઈ પટેલ ઉંમર વર્ષ. 52/જેઓ વહેવલ થી તરકાણી એમના સાસરે મોટરસાયકલ નંબર GJ.21.E 6794. પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર GJ.5.V.1499. ના ટ્રક ચાલકે ટક્કર મારી મોત નીપજાવેલ છે .પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકનું કોઈ નામ ઠામ જણાઈ આવેલ નથી જેથી આગળની તપાસ પોલીસ કરી રહી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *