

















માન. મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા ઘ્વારા તા.૦૩/૦૧/ર૦ર૩ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સ્થળ વિઝીટી કરવામાં આવેલ. જે સ્થળ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશ્નરશ્રી કમલેશભાઇ નાયક, ડેપ્યુટી કમિશ્નરશ્રી હર્ષદભાઇ કિનખાબવાલા, એડી. સીટી ઇજનેરશ્રી જતીનભાઇ દેસાઇ, આસી. પોલીસ કમિશ્નરશ્રી ગામીતભાઇ(ટ્રાફિક), સુરત રેલ્વે સ્ટેશન ડાયરેકરટશ્રી મુકેશકુમાર સીંઘ તથા સંબંધિત વિભાગનાં કાર્યપાલક ઇજનેરશ્રી હાજર રહેલ. સદર સ્થળ વિઝિટ દરમ્યાન માન. મેયરશ્રી ઘ્વારા રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેટ અને એકઝીટ ગેટ પર તથા સર્કલથી આજુબાજુના દબાણ ઊંચકવા તથા સર્કલથી ફરતે રિક્ષાચાલકો ઘ્વારા થતા દબાણ બંધ કરાવવા સુચનાં આપેલ. જેને આધીન અત્રેનાં સેન્ટ્રલ ઝોન દબાણ વિભાગ ઘ્વારા ખુલ્લી લારી નંગ-૦૯, કાઉન્ટર નંગ-૦૧, પરચુરણ સામાન નંગ-૩૩ જપ્ત કરી રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવેલ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ ઘ્વારા રીક્ષા ચાલકોને સર્કલની લાગુ જગ્યામા ઊભા નહી રાખી ટ્રાફિકનું સઘન નિયમન કરી, રસ્તો આખો દિવસ ખુલ્લો રાખી ટ્રાકિનું નિયમન સરળ કરવામાં આવેલ. આ કામગીરી અવિરતપણે આખો દિવસ કરવામાં આવેલ.
વધુમાં સદર કામગીરી દરમ્યાન માન. મેયરશ્રી ઘ્વારા બપોરનાં સમયે ૩.૩૦ કલાકે તથા રાત્રીના ૯.૦૦ કલાકના સમયે પણ આ કામગીરીનું સ્થળ પર રૂબરું મોનીટરીંગ કરવામાં આવેલ.
વધુમાં માન. મેયરશ્રીની સુચના મુજબ આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

