ઝઘડિયા જીઆઇડીસી ની કેએલજે કંપની દ્વારા બ્લડ ડોનેશન વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ઝઘડિયાની જીઆઇડીસી ની કેએલજે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૩૨૦૦૦ યૂએસ ડોલરની સહાય સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રમુખ રાજેશ નાહટા ના કાર્યકાળ દરમિયાન રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ની પ્રથમ રોટરી ફોઉન્ડેશન ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ મોબાઇલ બ્લડ ડોનેશન વાન નું લોકાર્પણ યુપીએલ રોટરી લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યું હતું. અત્યંત હર્ષ અને ઉલ્લાસ ની લાગણી સાથે કેએલજે ગ્રુપ ના ચેરમેન કે.એલ જૈન, એમડી. પુષ્પ જૈન,‌ ઝઘડિયા એસો.ના પ્રમુખ તથા રોટરી ના ભૂતપુર્વ ગવર્નર અશોક પંજવાની, પ્રશાંત જાની, ગવર્નર નોમિની તુષાર શાહ, રોટરી પ્રમુખ અર્પણ સુરતી, મહામંત્રી પંકજ ભરવાડા, રો.મનીષ શ્રોફ, રો. ઈશ્વર સજ્જન, રો. ધર્મેન્દ્રભાઈ, રો.જીગ્નેશ પટેલ, રો.ગજેન્દ્ર પટેલ વગેરે મહાનુભાવોએ જાહેર જનતા માટે અત્યંત ઉપયોગી એવી મોબાઇલ બ્લડ ડોનેશન વાન નું લોકાર્પણ કર્યું હતું. અહીં એ નોંધવું રહ્યું કે કેએલજે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલા વર્ષોથી લોકોપયોગી અને સમાજ ના કલ્યાણ અર્થેના કાર્યો માં સતત ફાળો નોંધાવતું રહ્યું છે. ગત વર્ષે કેએલજે ના સ્થાપક સંચાલક કે.એલ જૈન ની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે સેવા રૂરલ ઝઘડિયા હોસ્પિટલ ને અદ્યતન બનાવવા રૂ.૭૫ લાખનું દાન આપવામાં આવ્યું હતું. આજના આ પ્રસંગે રોટરી ના સભ્યો તથા કેએલજે કંપનીના સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *