




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના શેઠના હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ ની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત નગર પાલિકા ના પ્રમુખ સહીત ના સભ્યો તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકદરબાર માં શહેર માં ટ્રાફિક ની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી .

અંકલેશ્વર શહેર ના શેઠના હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ ની અધ્યક્ષતા હેઠળ એક લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા સહીત પાલિકા ના સભ્યો તેમજ વિરુદ્ધ પક્ષ ના સભ્યો અને શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના આગેવાનો સહીત સામાજીક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,આ લોકદરબાર માં શહેર માં પોલીસ ને લગતા પ્રશ્નો તેમજ શહેર ના વિવિધ વિસ્તાર ના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક ની સમસ્યા અંગે આગેવાનો એ રજૂઆત કરી હતી ,જે રજૂઆતો ને એસપી ડોક્ટર લીના પાટીલે વહેલી તકે ઉકેલવાની બાંહેધરી આપી હતી સાથે એસપી લીના પાટીલે વ્યાજખોરો ને લઇ બનતા બનાવો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે શહેર માંથી પસાર થતા ભારે વાહનો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે વહેલી તકે આ સમસ્યા નો ઉકેલ માટે ની બાંહેધરી આપવામાં આવી હતી આ લોકદરબાર માં અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને રૂરલ પોલીસ મથક ના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા