નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૭ વર્ષિય નર્સ મેઘા આચાર્યએ સ્યુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

નવસારી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો . અવિનાશ દુબે , હેડ નર્સ તારા ગામીત અને વનિતા પટેલ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૪ – ખ , ૩૦૬ , ૩૫૪ – એ , ૪૯૮ – ક , ૧૧૪ અને જાતિય સતામણી અધિનિયમ કલમ ત્રણ હેઠળ ગુનો નોંધ્યો છે .

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૭ વર્ષિય નર્સ મેઘા આચાર્યએ મરતા પહેલાં મેઘાએ સાડા ચાર પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી . જે માં નવસારી હોસ્પિટલના સિવિલ સર્જન અને બે મેટ્રનતરફથી તેમને ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું ઉપરાંત સાસરિયા તરફથી પણ તેણીને ત્રાસ અપાતો હતો . મેઘાએ આત્મહત્યા કરી લેતા નવસારી , સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની તબીબી આલમમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા હતા અને તેણીના મોત માટે જવાબદાર સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી થવાની માગ ઉઠી હતી ઉપરાંત મૃતક મેધાના પતિ અંકિત ખંભાતિયા અને સાસુ જયશ્રીબેન ખંભાતિયા વિરૂદ્ધ પણ દહેજ અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .રિપોર્ટ -કલ્પેશ કે પુરાણી, નવસારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *