
શ્રી સી.આર. પાટીલની બપોરે ૩:૦૦ કલાકે કિસાન મોરચા દ્વારા ફળતુલા કરવામાં આવશે અને ત્યારબાદ ૩:૧૫ કલાકે યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠકને તેઓ સંબોધશે
બપોરે ૪:૦૦ કલાકે કાર્યકર્તા સમ્મેલનને સંબોધન અને સાંજે ૫:૦૦ કલાકે કચ્છના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, ભાજપાના અગ્રણીઓ સાથે બેઠક સહિતની ચૂંટણી વ્યવસ્થાપન માટેની પ્રવિધીઓમાં શ્રી પાટીલ ઉપસ્થિત રહેશે
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે ૨૪ ઓકટોબરના રોજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ નો અબડાસા વિધાનસભા અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે.શ્રી સી. આર. પાટીલના આ અબડાસા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાના સમર્થનમાં યોજાનાર ચૂંટણી પ્રવાસ દરમ્યાન તેઓ ઉમાં વિદ્યાલય હોલ, નખત્રાણા ખાતે જુદી જુદી શ્રેણીબદ્ધ બેઠકોમાંઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.જેમાં બપોરે ૩:૦૦ કલાકે કિસાન મોરચા દ્વારા શ્રી સી.આર. પાટીલની ફળતુલા, બપોરે ૩:૧૫ કલાકે યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક, બપોરે ૪:૦૦ કલાકે કાર્યકર્તા સમ્મેલનને સંબોધન અને સાંજે ૫:૦૦ કલાકે કચ્છના સાંસદશ્રી, ધારા સભ્યશ્રીઓ, ભાજપાના અગ્રણીઓ સાથે બેઠક સહિતની ચૂંટણી વ્યવસ્થાપન માટેની પ્રવિધીઓમાં શ્રી
પાટીલ ઉપસ્થિત રહેશે.

