ગોધરા પ્રાથમિક ગ્રુપ શાળામાં નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિતે દાતાઓ તરફથી ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા

ગોધરા પ્રાથમિક શાળામાં દાતાઓ શ્રી અશ્વિનભાઈ માધવજી ચંદન અને ડીમ્પલબેન જીગરભાઈ ચંદન તરફથી શાળાની બાળકીઓને નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિતે ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે મા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ભરતભાઈ બારૂ તરફથી શાળાના તમામ ૪૫૦ બાળકોને બાળકદીઠ ૬ ફુલસ્કેપ નોટબુક આપવાની જાહેરાત કરવામાં આવી હતી . આ પ્રસંગે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી અરવિંદભાઈ જોષી , શ્રી ગોધરા જૈન મહાજનના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ મોતા , શ્રી ધીરેનભાઈ ગાલા , શ્રી મામદભાઈ સીદી , શ્રી સલીમભાઈ ચાકી , શ્રી ઉષાકાંતભાઈ પંડયા , હાસ્ય કલાકાર શ્રી પીયુષ મારાજ , શ્રી રાજેશભાઈ બુચિયા ઉપસ્થિત રહીને દાતાઓની દિલેરી અને ભાવનાને બિરદાવી હતી . પધારેલ સૌ મહેમાનોને શાબ્દિક આવકાર શાળાના શિક્ષિકા ધર્મિષ્ઠાબેન દેસાઈએ આપ્યો હતો . શાળા તરફથી દાતાશ્રીઓનું સાલ , પુસ્તક અને આભારપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું . દાતાઓ અશ્વિનભાઈ ચંદન , ડીમ્પલબેન ચંદન , ભરતભાઈ બારૂના વરદ્ હસ્તે મહિલા વાલીઓને ડ્રેસનું પ્રતિકવિતરણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે શ્રી ચંદ્રકાંતભાઈ મોતાએ જણાવ્યું હતું કે ” અશ્વિનભાઈ અને તેમના પરિવારે બાળકીઓને ડ્રેસ આપીને નવરાત્રિના પાવન પર્વની સાચી આરાધના કરી છે . ” સંકલનકર્તાશ્રી અરવિંદભાઈ જોષીએ અશ્વિનભાઈ અને તેમના પરિવારના શિક્ષણ , આરોગ્ય અને સરહદે દેશની રક્ષા કરતા સૈનિકોની સેવા માટે હંમેશાશ્રી અશ્વિનભાઈચંદન પરિવાર ખુબ ઉપયોગી રહ્યાની વાત કરી હતી . ” બાળકો ઈશ્વરીય સ્વરૂપ છે . વિદ્યાદાનથી સમાજની તસવીર અને તાસીર બદલી શકાય છે ” એ વાત કરીને તમામ બાળકોને ૬ ફુલસ્કેપ નોટબુકની જાહેરાત મા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ભરતભાઈ બારૂ ( નરા , લખપત – કચ્છ ) એ જાહેરાત કરી હતી . કાર્યક્રમને સફળ બનાવવા ગોધરા ગ્રુપ શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી . સહયોગી તમામ દાતાઓનો આભાર શાળાના શિક્ષિકા શ્રીમતી ડીમ્પલબેન સોનીગ્રાએ માન્યો હતો . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સતારભાઈ મારાએ કર્યુ હતું .

કમલમ દૈનિક, અજય ખત્રી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM