સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે પર્યાવરણ સુરક્ષા-સ્વચ્છતા અભિયાન

રકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે સરકારશ્રીના શિક્ષણ વિભાગની સુચના અન્વયે કોલેજના આચાર્ય ડો. જગદીશ એચ પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સુરક્ષા તથા જાળવણી અંતર્ગત એન.એસ.એસ. એકમ અને સામુદાયિક સેવા ધારા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત કોલેજ સ્ટાફ મિત્રો જોડાયા હતા. “મારી કોલેજ- સ્વચ્છ કોલેજ-પ્લાસ્ટિક મુક્ત કૉલેજ” સુત્રને ચરિતાર્થ કરવા કોલેજ કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. મેદાન સહિત કૉલેજ મકાનમાંથી કચરો- તૂટેલા પત્થર, કાગળો, પ્લાસ્ટિક, વૃક્ષોના પાંદડા, નાના મોટા ઝાડીઝાખરા, તૂટેલા પ્લાસ્ટીકના બાટલા અને ધૂળ વગેરે જેવા કચરાને સાફ કરી તેનો યોગ્ય નિકાલ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. આપણા પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપની નૈતિક ફરજ છે એમ સમજી સમગ્ર કોલેજ પરિવારે ઉત્સાહભેર પ્રસ્તુત સેવા કાર્યમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સુત્રને ધ્યાનમાં રાખી આપણી તીર્થભુમી રૂપ કોલેજ કે જ્યાં જ્ઞાન ગંગા વહે છે તેને સ્વચ્છ રાખવા તરફ એક પગલું ભરવાનો કોલેજ પરિવારે પ્રયત્ન કરી ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે વિધ્યાર્થીઓએ પર્યાવરણ જતન અને સ્વચ્છતા માટે સંકલ્પ લીધા હતા. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓના સેવાકાર્યને બિરદાવા માટે હળવો નાસ્તાનો આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સફાઈ સમિતિના અધ્યક્ષ પ્રો ડો. રાજેશ મારુ તેમજ સામુદાયિક સેવા ધારા અને મીડિયા સમિતિના સંયોજક પ્રો. દેવેન્દ્રભારતી ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. રુદ્ર દવેએ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *