સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સે.૧૭ ખાતે મહાનગર ભાજપાની કારોબારી બેઠક યોજાઈ.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સે.૧૭ ખાતે મહાનગર ભાજપાની કારોબારી બેઠક યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી ખાતે ભાજપાની રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સંપન્ન થઈ છે ત્યારે ભાજપાની કાર્યપદ્ધતિ અનુસાર રાજ્યભરમાં જિલ્લા/મહાનગર સ્તરે અને ત્યારબાદ મંડલ/વોર્ડ સ્તરે કારોબારી બેઠક યોજાનાર છે તેના અનુસંધાને મહાનગર ભાજપાની કારોબારી બેઠક મહાનગરના પ્રભારી મોહનભાઈ પટેલ, શહેર પ્રમુખ ઋચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, કોર્પોરેટરો, અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ હતી. આગામી દિવસોમાં ક્રમશ: તમામ ૧૧ વોર્ડની કારોબારી બેઠક પૂર્ણ કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠકમાં ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની વિવિધ જનહિતની યોજનાઓ અંગે છણાવટ કરી હતી અને વિધાનસભા ચુંટણીમાં મળેલા પ્રચંડ વિજય કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેના સમર્પિત ભાવથી કરેલી અથાગ મહેનતની દેન હોવાનું જણાવ્યું હતું. મહાનગરના મેયર હિતેશ મકવાણાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અભૂતપૂર્વ કામગીરી બદલ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મહાનગરના પ્રભારી મોહનભાઈ પટેલે ભાજપાની સામાજિક ભૂમિકા અંગે સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, એકમાત્ર ભાજપ જ એવી રાજકીય પાર્ટી છે જે ચુંટણી હોય કે ન હોય સતત જનતાની વચ્ચે રહે છે. ભાજપનો કાર્યકર ફક્ત રાજકીય નહિ સામાજિક કાર્યકર છે જે સંકટના સમયે જનતાની પડખે ઉભો રહે છે. મહાનગર ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટે તેમના સંબોધનમાં મહાનગ પાલિકા સ્તરે નાગરિકોને ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને યોજનાઓ જનતાને મળે તે માટે સતત સક્રિય રહેવા ઉપસ્થિત સૌને હાકલ કરી હતી. મહાનગરના મહામંત્રી કનુભાઈ દેસાઈએ ડેટા મેનેજમેન્ટ તેમજ તેના ઉપયોગ અંગે તેમજ આગામી સંગઠનાત્મક કાર્યો અંગે સૌને માહિતગાર કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા અવિરત વિકાસ તેમજ મજબૂત થઈ રહેલી અર્થવ્યવસ્થા, તાકાતવર બનતી સેના, ગરીબ કલ્યાણની અનેકવિધ યોજનાઓ અને રાષ્ટ્રનિર્માણ માટે ભાજપ પર જનતાના અખૂટ વિશ્વાસ તેમજ મજબૂત સંગઠનશક્તિ થકી ભાજપાનો ફરી એક વખત ભવ્ય વિજય નિશ્ચિત છે ત્યારે ગુજરાતમાંથી પણ ફરી એક વખત ભાજપ જનતાના આશીર્વાદથી તમામ ૨૬ બેઠકો પર ગત વખત કરતા પણ વધુ વિશાળ માર્જિનથી વિજય મેળવે અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ ઐતિહાસિક લીડ સાથે ફરી વિજયી બનશે તેવો આત્મવિશ્વાસ ઉપસ્થિત સૌ એ વ્યક્ત કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM