સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા એ કર્મશીલ કાર્યકર્તાઓને વિરમાયા રત્ન એવોર્ડ થી સન્માન કર્યું

સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા ને વિરમાયા રત્ન એવોર્ડ

સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા દ્વારા વિર મેઘમાયા દેવના બલિદાન દિવસ મહા સુદ સાતમ ના રોજ વિર મેઘમાયા દેવની બલિદાન ભૂમિ પાટણ ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વણકર સમાજની જુદી જુદી સંસ્થાઓમાં રહી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સેવાકીય પ્રવુતિઓની ઉત્કઠ કામગીરી કરવા બદલ “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્ર્મ રાખેલ જેમાં પાટણ શહેરના કર્મશીલ કાર્યકર્તા એવા સંકલ્પ સંસ્થાના પ્રમુખ અને પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા ને “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માનિત કરાયા. ઉલ્લેખનીય છેકે આ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત ૩૫ જેટલા સંસ્થાઓના પ્રમુખ અને કર્મશીલ કાર્યકર્તાને “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માનિત કરાયા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *