સુરત સુમુલ ડેરીના પ્રમુખ તરીકે સતત ત્રીજીવાર માન સિંહભાઈ પટેલની વર્ણી થતા મહુવા સુગર ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના બામણીયા સુગર ફેક્ટરી ના પ્રમુખ અને હાલમાં સુરત સુમુલ ડેરીના પ્રમુખ તરીકે ત્રીજીવાર વરણી થતા પશુપાલકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જેના અનુસંધાનમાં મહુવાના બામણીયા સુગરના ડિરેક્ટરો પશુપાલકો અને ખેડૂતો દ્વારા માન સિંહભાઈ નું ભવ્ય સ્વાગત થાય એ બાબતનું આયોજન કરી મહુવા સુગર ફેક્ટરી ખાતે તમામ ખેડૂતો પશુપાલકો ડિરેક્ટરો અને માન સિંહભાઈ ના ચાહકો સૌ સાથે મળી મહુવા સુગર ખાતે પહોંચી માનસિંહભાઈ નું ફૂલહાર અને ગુલદસ્તા લઇ પોત પોતાની રીતે ખૂબ આનંદથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં માન સિંહભાઈ ના બાળપણમાં ભણાવતા આચાર્યને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમણે પણ માનસિંહ ભાઈ ની બાળપણના ભણતર વિશે લોકોને જાણકારી આપી હતી ત્યારબાદ મહુવા સુગર ડિરેક્ટર વિપુલભાઈ, તૃષારભાઈ, રાકેશભાઈ ,અને સુનિલભાઈ પરમાર,અને અન્ય ડિરેક્ટરો સાથે સાથે માનસિંહભાઈ ના કામગીરી પર લોકોએ અલગ અલગ વ્યાખ્યા આપી ઉપસ્થિત મહેમાનોને જાણકારી આપી હતી. ત્યારબાદ મહુવા સુગર અને સુરત સુમુલ ડેરીના પ્રમુખ તરીકે હાલમાં કામગીરી કરી રહેલા એવા માનસિંહભાઈ પટેલે તમામ ડેરીના પ્રમુખોને પશુઓની ચિંતા કરવા માટે એટલે કે આપણા ગામમાં કેટલા પશુઓ છે એની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું અને સાથે સાથે કેટલા પશુઓ દૂધ આપે છે અને કેટલા નથી આપતા અને પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે છે કે નહીં તેની જાણકારી અને ચિંતા કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ખેડૂતોને પણ એક એકરે હાલમાં 25 થી 30 ટન શેરડી પકવતા ખેડૂતોને આવનાર સમયમાં એક એકરે 50 ટન શેરડી કેવી રીતે પકવવી એ બાબતે સુગરના પ્રમુખશ્રીએ જાણકારી આપી હતી માનસિંહ ભાઈ દ્વારા તમામ લોકોને એમ જણાવ્યું હતું કે કોઈ સુગરના કે કોઈ ડેરીના કે કોઈ સમાજના હોદ્દા લઈ ઓળખ બનાવવી એના કરતાં કામ કરી ઓળખ બનાવી એ અગત્યનું છે જેથી તમામ લોકોને એમ જણાવ્યું હતું કે લોકોના કામ કરી ઓળખ બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું માનસિંગભાઈ અને ડિરેક્ટરઓ એ સૌનું અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM