
સુપરહિટ ફિલ્મ ‘તિરંગા’ના ત્રણ દાયકા અકબંધ લોકપ્રિયતાએ બનાવી એવરગ્રીન

જામનગરના વતની અને પ્રસિદ્ધ દિગ્દર્શક મેહુલ કુમારે ડાયલોગ ડિલિવરીનાં સમ્રાટ રાજકુમાર અને આગવો અભિનય અંદાજ ધરાવતા નાના પાટેકર સાથે નિર્માણ કરેલ તિરંગા ફિલ્મ ૧૯૯૩ માં ૨૯ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. દેશભક્તિની થીમ પર આધારિત આ ફિલ્મ રાજકુમાર અને નાના પાટેકરની અદ્વિતીય જુગલબંધીને કારણે સુપરહિટ સાબિત થઈ હતી.





ફિલ્મનું ટાઈટલ સૉંગ ‘મેરી જાન તિરંગા હૈ’ દેશભક્તિના અમર ગીતોમાં સ્થાન પામ્યું છે. પ્રજાસત્તાક પર્વ હોય કે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તિરંગાનું ગીત અચૂક ગુંજતુ હોય છે. ફિલ્મ રિલીઝ થયાને ૩ દાયકા પૂર્ણ થતા દિગ્દર્શક મેહુલ કુમારે ‘કમલમ્’ સાથે દિગ્દર્શક મેહુલ કુમારે વાગોળ્યા સંસ્મરણ સાથે ફિલ્મના સંસ્મરણો તાજા કર્યા હતાં. ફિલ્મ દરમ્યાન રાજકુમાર અને નાના પાટેકર વચ્ચેના અબોલાથી લઈ નિર્માણ દરમ્યાન થયેલા વિવિધ અનુભવો અંગે વાત કરતા મેહુલ કુમાર ભાવુક થઈ જાય છે. હજુ પણ ગણતંત્ર દિન અને સ્વાતંત્ર્ય દિન પર વિવિધ ટીવી ચેનલો ઉપર તિરંગા દર્શાવવામાં આવે છે અને તેને સારી ટીઆરપી મળે છે. એ બાબત આ ફિલ્મને એવરગ્રીનની કેટેગરીમાં મૂકી આપે છે.
29મી જાન્યુઆરી 1993ના રોજ નિર્માતા-નિર્દેશક મેહુલ કુમારની રાજ કુમાર અને નાના પાટેકર અભિનીત સુપરહિટ ફિલ્મ રિલીઝ થઈ હતી. 30 વર્ષ પછી પણ આ ફિલ્મ દરેક ટીવી ચેનલ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર હિટ છે. દર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ બે રાષ્ટ્રીય દિવસોએ તે ટીવી ચેનલ પર 30 વર્ષથી ચાલુ રહે છે. આ સુપરહિટ ફિલ્મની કેટલીક યાદો છે