અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે થાનથાઈ પેરિયાર વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ઓબીસી એન્ડ એમઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન દ્વારા બીજા થાનથાઈ પેરિયાર વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો .

અંકલેશ્વર ઓએનજીસી ઓલ ઇન્ડિયા ઓબીસી એન્ડ એમઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન દ્વારા કોલોની ખાતે થાનથાઈ પેરિયાર ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ માં ઓએનજીસી ,સુરત સ્પાઇકર ,વડોદરા સિનિયર ,વડોદરા જુનિયર ,નવસારી સ્પાઇકર ,વડોદરા ની ન્યુ ઇરા ક્લબ ,વ્યારા સ્પાઇકર અને અંકલેશ્વર ફ્લાઈંગ મળી કુલ 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ ના પ્રારંભ અગાઉ ઓએનજીસી ઓફિસ સીટિંગ એસેટ મેનેજર પી.એલ આહિરવાલ સહીત ઉપસ્થિત અધિકારીઓ દ્વારા થાનથાઈ પેરિયારજી ની તસવીર ઉપર પુષ્પો અર્પણ કરી ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ઓબીસી એન્ડ એમઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન ના ચેરમેન સુરેશ પટેલ ,સેક્રેટરી વિષ્ણુ ભાટિયા ,સ્પોર્ટ મેનેજર જે બી પટેલ રસીદખાન પઠાણ સહીત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *