
આવનારા એક પખવાડીયા સુધી ભરૂચ જિલ્લામાં “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાશે


ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
રક્તપિતને ઈતિહાસ બનાવવાના હેતુસર“એન્ટી લેપ્રસી ડે” નિમિત્તે “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” હેઠળ જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી એક પખવાડીયા સુધી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન માટે જિલ્લા પંચાયતથી વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એનસીસીના વિદ્યાર્થીઓ, ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જન જાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી.
વધુમાં એક પખવાડીયા દરમ્યાન શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રકતપિત્ત નિર્મુલન પ્રતિજ્ઞા, પ્રજોજોગ સંદેશ, રક્તપિત્ત વિશે જાણાકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ, ભવાઇ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે.આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી શ્રી ડૉ. રવિશંકર શાહે જણાવ્યું હતું કે, શરીરના કોઇ પણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું, સંવેદના વિનાનું યાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાડા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોય શકે છે. લેપ્રસીએ જંતુજન્ય રોગ છે કોઇ પૂર્વ-જન્મનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે.રકતપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ, સા.આ.કેંદ્રો, અને પ્રા.આ.કેંદ્રો ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં એનસીસીના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

