પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે વાપી ખાતે માનનીય ધારાસભ્ય પારડી અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી

પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે વાપી ખાતે માનનીય ધારાસભ્ય પારડી અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ , વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ , વાપી ન.પા કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ , વિઆઈએ પ્રમુખ કમલેશભાઈ પટેલ , ભાજપ વાપી શહેર મહામંત્રી શ્રી વિરાજ ભાઈ દક્ષિણી , ભાજપ વાપી તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ , પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ , નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
વાપી શહેર – ભારતીય જનતા પાર્ટી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *