


કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રણય પી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા લેપ્રસી સુપરવાઇઝર મેહુલ ચૌધરી (વ્યારા) દ્રારા ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી રક્તપિત જનજાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવ્યુ છે , તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતી ગ્રામ પંચાયતમાં ૩૦ જાન્યુઆરીએ ગ્રામસભા યોજવામાં આવી, અને પ્રતિજ્ઞા લઇ સાથે રક્તપિત સારવાર ચાલુ હોઇ એવા દર્દીને ફુલ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ અને માયપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ભાટપુર ગામે ગ્રામસભામાં તાલુકા આરોગ્ય કચેરીએથી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.પ્રણય પી. પટેલ અને તાલુકા આરોગ્ય સુપરવાઇઝર રાજેશભાઈ શેઠ તાલુકા લેપ્રસી સુપરવાઇઝર મેહુલ ચૌધરી હાજર રહ્યા હતા ગામના સરપંચ શ્રી નવીનભાઈ ગામીત અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા રક્તપિત સારવાર ચાલુ હોઇ એવા દર્દીને ફુલ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ. માયપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી મનોજભાઈ , નિતાબેન,મનાલીબેન અને આશાબહેનોએ સભા સફળતાપૂર્વક આયોજન કરાયુ હતું સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડીકલ ઓફિસર ડૉ. ચેતન ચૌધરી દ્વારા રકતપિત વિશે વિસ્તૃત માહિતી આપી ગ્રામજનો અને સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સ્પર્શલેપ્રસી અવેરનેસ કેમ્પેઇન પખવાડિયા અંતર્ગત રક્તપિત જનજાગૃતિ અભિયાન કામગીરીની શરૂઆત કરવામા આવી.
તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રણય પી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા લેપ્રસી સુપરવાઇઝર પ્રિતેશ છત્રીવાલા દ્રારા ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી રક્તપિત જનજાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવ્યુ છે. તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતી ગ્રામ પંચાયતમાં ૩૦ જાન્યુઆરીએ ગ્રામસભા યોજવામાં આવી, અને પ્રતિજ્ઞા લઇ સાથે રક્તપિત સારવાર ચાલુ હોઇ એવા દર્દીને ફુલ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ અને કરંજખેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કરંજખેડ ગામે ગ્રામસભામાં સરપંચ શ્રી શાળાના આચાર્ય ગામજનો હાજર રહિયા સાથે પ્રાથમિક આરોગ્ય કેંન્દ્રના મેડીકલ ઓફિસર ડો. હિના પંચાલ અને તાલુકા લેપ્રસી સુપરવાઇઝર પ્રિતેશ છત્રીવાલા રકતપિત વિશે વિસ્તૃત માહિતી આપી ગ્રામજનો અને સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

